બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Follicles become weak due to the habit of breaking gray hair

આરોગ્ય / સફેદ વાળને ગોતી ગોતીને તોડી નાખતા હોય તો સાવધાન, આ ખતરાને ઓળખી લેજો

Published By: Sanjay Vibhakar

Last Updated: 03:39 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાળને ખેચીને તોડવામાં આવે તો ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ અને બળતરા થવા લાગે છે. જેમની ત્વચા સંવેદનશીલ છે, તેમને વધુ સમસ્યા થઈ શકે છે.

  • જેમ ઉંમર વધે છે તેમ વાળ સફેદ થવા લાગે છે
  • જેના કારણે માથામાં ખંજવાળ આવે છે 
  • જેની અસર વાળની વૃદ્ધિ પર થાય છે

વધતી જતી ઉંમર સાથે વાળનું સફેદ થવું એક કુદરતી ઘટના ક્રમ છે. તમે તેને મહેંદી અથવા કલર કરીને છુપાવી શકો છો પણ રોકી શકો નહીં. અમુક લોકો 1-2 સફેદ વાળને લીધે કલર કરવાની જગ્યાએ આ વાળને તોડવાનો વિકલ્પ પસંદ કરે છે. પરતું તેનાથી કેટલીક સમસ્યાઓ થાય છે. જાણો તેના વિશે. જેમ ઉંમર વધે છે તેમ વાળ સફેદ થવા લાગે છે. તેનું કારણ છે કે વાળનાં કલરને જાળવી રાખતા મેલાનિન અને પિગમેન્ટ્સ ઓછા થઈ જાય છે. દરેક વાળ ફોલિકલમાં પિગમેન્ટ બનાવતા કોષો હોય છે. જેને મેલાનોસાઇટ્સનાં નામથી ઓળખવામાં આવે છે. વધતી જતી ઉંમર સાથે આ કોષોની પ્રવૃતિ ઘટી જાય છે. તેનો મતલબ એમ કે મેલાનિન બનાવવાનું કેમ અટકી જાય છે. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે. 

સફેદ વાળને તોડવાથી થતાં નુકસાન 

માથામાં ખંજવાળ આવવી 
વાળને ખેચીને તોડવામાં આવે તો ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ અને બળતરા થવા લાગે છે. જેમની ત્વચા સંવેદનશીલ છે, તેમને વધુ સમસ્યા થઈ શકે છે. 

ચેપ થઈ શકે છે 
જ્યારે વાળને ખેચીને તોડવામાં આવે છે ત્યારે તે જગ્યાએ ખૂબ જ ખંજવાળ આવે છે. વારંવાર એક જ જગ્યાએ ખંજવાળવાને કારણે તે જગ્યાએ ચેપની અસર થઈ શકે છે. જેનાથી સંપૂર્ણ માથાની ચામડી પ્રભાવિત થાય છે. 

વાંચવા જેવું: રસોઈમાં દરરોજ સંચળ વાપરતા હોય તો કરી દેજો બંધ, શરીરને થઈ શકે આવા ગંભીર નુકસાન

વાળની વૃદ્ધિ 
સફેદ વાળ તોડવાની આદતને કારણે ફોલિકલ્સ નબળા થઈ જાય છે. જેની અસર વાળની વૃદ્ધિ પર થાય છે. 

હાયપરપીગ્મેન્ટેશનનું જોખમ
જો તમે સફેદ વાળથી છુટકારો મેળવવા માટે તેને તોડી રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે આ જગ્યાએ નવા વાળ નથી ઊગતા. તે જગ્યાએ કાળા ડાઘા પડવા લાગે છે. તેની અસર વાળની વૃદ્ધિ પર જોવા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

health tips white hair આરોગ્ય ટિપ્સ ખંજવાળ સફેદ વાળ Health

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ