ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / TV Actress Rashami Desai found Ranveer Singh Jonny sins Advertisment offensive

બોલિવૂડ / રશ્મિ દેસાઇ રણવીર સિંહ પર ભડકી, આ વાતને ગણાવી અપમાનજનક, બોલી મોઢા પર તમાચો માર્યો

Published By: Vaidehi

Last Updated: 06:09 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ રણવીર સિંહ અને જોની સિંસની એડને લઈને નેગેટિવ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આવી જાહેરાતો અપમાનજનક છે.

ADVERTISEMENT

  • રણવીર અને જોની સિંસની નવી જાહેરાતથી નારાજ થઈ રશ્મિ દેસાઈ
  • સેક્સયુઅલ પર્ફોમન્સને લઈને પ્રોડક્ટ પ્રમોટ કરતી એડ ટીવી ઈંડસ્ટ્રી માટે અપમાનજનક
  • રશ્મિએ કહ્યું કે ટીવીવાળાનાં ચહેરા પર આ એક તમાચા સમાન છે

ટેલિવિઝન સ્ટાર રશ્મિ દેસાઈએ રણવીપ સિંહ અને જોની સિંસની એડને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. સોમવારે બંનેએ ઈરેક્ટાઈટ ડિસફંક્શન પર એક જાહેરાત બહાર પાડીને સૌને ચોંકાવી દીધું છે. વીડિયોને ટેલીવિઝન સીરિયલ સ્ટાઈલમાં શૂટ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે એવા ટોપ ટેલિવિઝન શોનો મજાક ઊડાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. ઘણાં વર્ષો સુધી ટીવી ઈંડસ્ટ્રીમાં કામ કર્યા બાદ રશ્મિએ એક્ટર્સની આ એડને અપમાનજનક જણાવ્યું અને કહ્યું કે "ટીવીવાળાનાં ચહેરા પર આ એક તમાચા સમાન છે." જુઓ એડ:

ઈંસ્ટા સ્ટોરી પર આપી પ્રતિક્રિયા
તેમણે પોતાના ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ એડ પોસ્ટ કરતાં કહ્યું કે મેં પોતાનું કામ રીજનલ ફિલ્મ ઈંડસ્ટ્રીથી શરૂ કર્યું અને પછી ટીવી ઈંડસ્ટ્રીમાં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. લોકો તેને નાની સ્ક્રીન કહે છે જ્યાં નોર્મલ લોકો ન્યૂઝ, ક્રિકેટ અને તમામ બોલીવૂડ ફિલ્મો સિવાય ઘણું બધું જુએ છે. આ રીલને જોયા બાદ મને લાગ્યું કે આ સંપૂર્ણ ટીવી ઈંડસ્ટ્રી અને તેમાં કામ કરનારા લોકોનું અપમાન છે.

" અમને હંમેશા નીચું બતાડવામાં આવે છે"
રશ્મિ બોલી કે અમને હંમેશા નીચું બતાડવામાં આવે છે અને એ જ રીતે બિહેવ કરવામાં આવે છે. સૌકોઈ મહેનત કરી રહ્યું છે પણ આઈ એમ સોરી...ટીવી શો પર બધું નથી દેખાડવામાં આવતું. આવું બધું મોટી સ્ક્રીન પર થાય છે અને કેટલીક વાસ્તવિકતા દેખાડવામાં કંઈ ખોટું નથી પણ વાસ્તવમાં તો આ સમગ્ર ટીવી ઉદ્યોગ માટે એક તમાચો છે.

વધુ વાંચો: બોલીવુડ જગત શોકમગ્ન! લોકપ્રિય અભિનેત્રીનું શંકાસ્પદ હાલતમાં નિધન! લાખો ચાહકો નિરાશ

સંકળાયેલા મુદ્દાઓ

Advertisment Ranveer singh Rashami Desai જાહેરાત રણવીર સિંહ રશ્મિ દેસાઈ Ranveer Singh Jonny sins Advertisment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ