ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / છેલ્લી ઓવરમાં તુષાર દેશપાંડેની કમાલ, રાજસ્થાને ગુજરાતને 6 રને હરાવ્યું

RR vs GT / છેલ્લી ઓવરમાં તુષાર દેશપાંડેની કમાલ, રાજસ્થાને ગુજરાતને 6 રને હરાવ્યું

Published By: Nirav Kumar

Last Updated: 01:10 AM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની મેચે ફેંસની ધડકન છેલ્લા બોલ સુધી ધડકતી રાખી હતી. આ મેચ લાસ્ટ બોલ સુધી પહોંચી હતી. જેમાં ગુજરાતનો 6 રને પરાજય થયો છે. આ મેચમાં 18મી ઓવર સુધી એવું લાગતું હતું કે ગુજરાત જીતી જશે.

ADVERTISEMENT

IPL 2026 ની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને 6 રનથી હરાવ્યું છે. આ મેચમાં જ્યાં સુધી સાઈ સુદર્શન ક્રીઝ પર હતો ત્યાં સુધી ગુજરાતનો વિજય આસાન લાગતો હતો. સુદર્શન 73 રન બનાવીને આઉટ થયો અને GTની બેટિંગ લાઇન-અપ કોલેપ્સ થઇ ગઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી અને 210 રન બનાવ્યા હતા.  જ્યારે ગુજરાત 204 રન જ બનાવી શક્યો હતો. તુષાર દેશપાંડેએ લાસ્ટ ઓવરમાં માત્ર 4 રન આપીને રાજસ્થાનને વિજય અપાવ્યો હતો.

આ મેચમાં ટોસ જીત્યા બાદ રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગ કરવા આવ્યું હતું. એમાં યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ 70 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. જેમાં જયસ્વાલે 55 રન, સૂર્યવંશીએ 31 રન બનાવ્યા પરંતુ રાજસ્થાન રોયલ્સ તરફથી ધ્રુવ જુરેલે સૌથી વધુ 75 રન બનાવ્યા. હતા. આમ રાજસ્થાનનો સ્કોર 210 રન થયો હતો.  

  • મેચ લાસ્ટ બે ઓવરમાં બદલાઈ

211  રનનો ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 18મી ઓવર સુધીમાં 196 રન બનાવી લીધા હતા. જેથી તેને 12 બોલમાં માત્ર 15 રન જ બાકી હતા ત્યારે રાશિદ ખાન અને કાગીસો રબાડા ક્રીઝ પર સેટ હતા. આ દરમિયાન જોફ્રા આર્ચર 19મી ઓવર બોલિંગ કરવા આવ્યો હતો. તેમને આ ઓવરમાં માત્ર 4 રન જ આપ્યા હતા. જેનાથી રાજસ્થાનની મેચમાં વાપસી થઇ હતી.

આ મેચની લાસ્ટ ઓવરમાં તુષાર દેશપાંડેને 11  રન ડિફેન્ડ કરવાના હતા. જેમાં તેને પહેલો બોલ વાઇડ નાખ્યો હતો અને બાદના ત્રણ બોલમાં એક-એક રન મળ્યો હતો.  ચોથો બોલ ડોટ રહ્યો હતો. જેથી ગુજરાતને 2 બોલમાં 7 રન બનાવવાનો વારો આવ્યો હતો. જેમાં 5માં બોલમાં દેશપાંડેએ રાશિદ ખાનને આઉટ કર્યો હતો. આ મેચ હજુ પણ સુપર ઓવરમાં જઈ શકી હોત, પરંતુ દેશપાંડેએ છેલ્લા બોલ પર અશોક શર્માને એક પણ રન નહતો આપ્યો.

vtv app promotion

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે વિજય થયો છે. આ બંને ટીમોએ અત્યાર સુધી IPLમાં 9 મેચ રમી છે. આ દરમિયાન ગુજરાત ટાઇટન્સે 6 મેચ જીતી છે જ્યારે રાજસ્થાન રોયલ્સ માત્ર 3 જ જીતી શકી છે.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાંદ્રે બર્ગર, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા.

વધુ વાંચો : સમીર રિઝવી સામે મુંબઈ થયું ઢેર, દિલ્લી કેપીટલ્સની 6 વિકેટથી જીત

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: કુમાર કુશાગ્ર, સાઇ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન (કેપ્ટન), કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Gujarat Titans Rajasthan Royals

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ