ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / સમીર રિઝવી સામે મુંબઈ થયું ઢેર, દિલ્લી કેપીટલ્સની 6 વિકેટથી જીત

MI vs DC / સમીર રિઝવી સામે મુંબઈ થયું ઢેર, દિલ્લી કેપીટલ્સની 6 વિકેટથી જીત

Published By: Nirav Kumar

Last Updated: 10:59 PM, 4 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સની 6 વિકેટથી જીત થઇ છે. જેમાં આ વખતે પણ સમીર રિઝવી મેચનો હીરો રહ્યો હતો.

ADVERTISEMENT

IPL 2026 ની આઠમી મેચ ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાઈ હતી. જેમાં પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને  દિલ્હી કેપિટલ્સે હરાવ્યું છે. જેમાં સમીર રિઝવીની ધમાકેદાર ઇનિંગ્સે 6  વિકેટથી મેચ જીતવામાં મદદ કરી હતી.

  • મળ્યો હતો સિમ્પલ ટાર્ગેટ
    દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પહેલા બેટિંગનો  હતો. જેમાં મુકેશ કુમારે રાયન રિકેલ્ટનને 9 રન પર આઉટ કરીને ટીમનો સ્કોર 18 રન પર ડિસ્ટર્બ કર્યો હતો.  ત્યારબાદ તિલક વર્મા ઝીરો રન પર આઉટ થયો હતો. રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરી હોવા છતાં 26 બોલમાં 35 રન બનાવીને અક્ષરની બોલિંગનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ પાર્ટ-ટાઇમ કેપ્ટન સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. નમન ધીરે પણ 28 રનનું યોગદાન આપ્યું હતું પરંતુ મુંબઈ 4 વિકેટ ગુમાવીને માત્ર 162 રન જ બનાવી શક્યું હતું.
  • દિલ્હીનો વિજય
    163નો ટાર્ગેટ ચેઝ કરતા, દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. જેમાં  કેએલ રાહુલ (1) અને નીતિશ રાણા (0) સસ્તામાં આઉટ થયા હતા. બાદમાં સમીર રિઝવી એક બાજી સાંભળી હતી અને પથુમ નિશંકા સાથે મળીને દિલ્હીને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવી હતી. નિશંકા 44 રન બનાવીને મિશેલ સેન્ટનરનો શિકાર બન્યો હતો.  પરંતુ રિઝવીએ ક્રિઝ પર ટકી રહીને ડેવિડ મિલર સાથે મળીને ટીમને વિજય તરફ લઇ ગયો હતો. જેમાં દિલ્લીએ 18.1 ઓવરમાં 4 વિકેટે 164 રન બનાવી દીધા હતા.
vtv app promotion
  • સમીર મેચનો હીરો
    સમીર રિઝવી ફરી એકવાર દિલ્હીનો ટ્રમ્પ કાર્ડ સાબિત થયો છે. તેને અરુણ જેટલી સ્ટેડિયમમા મેચ વિનિંગ રમી હતી. તેને 51 બોલમાં 90 રન બનાવ્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. તે સાડી નજીક હતો ત્યારે કોર્બિન બોશની ઓવરમાં આઉટ થયો હતો. તેને 'પ્લેયર ઓફ ધ મેચ' મળી છે.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિશંકા , નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરજ નિગમ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, મુકેશ કુમાર અને ટી નટરાજન.

વધુ વાંચો : IPL 2026: પંજાબ કિંગ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સની હાર, 209 રન બનાવીને પણ હાર્યું CSK

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન: રેયાન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, કોર્બિન બોશ અને જસપ્રિત બુમરાહ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Delhi Capitals Mumbai Indians

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ