ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2026: પંજાબ કિંગ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સની હાર, 209 રન બનાવીને પણ હાર્યું CSK

CSK vs PBKS / IPL 2026: પંજાબ કિંગ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સની હાર, 209 રન બનાવીને પણ હાર્યું CSK

Published By: Pravin Joshi

Last Updated: 12:15 AM, 4 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026ની મહત્વની મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ આયુષ મ્હાત્રેના 73 રન અને શિવમ દુબેની ફિનીશિંગ ઇનિંગના મદદથી 5 વિકેટે 209 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

IPL 2026ની મહત્વની મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ આયુષ મ્હાત્રેના 73 રન અને શિવમ દુબેની ફિનીશિંગ ઇનિંગના મદદથી 5 વિકેટે 209 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરના 50 રન અને ઓપનરોની તોફાની શરૂઆતની મદદથી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ચેન્નઈ માટે આ સીઝનની શરૂઆત નબળી રહી છે, જ્યારે પંજાબ કિંગ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે. આ જીત સાથે આમને-સામને મુકાબલામાં પંજાબ હવે ચેન્નઈ કરતા એક ડગલું આગળ નીકળી ગયું છે.

રન ચેઝ દરમિયાન પંજાબ કિંગ્સની શરૂઆત અત્યંત વિસ્ફોટક રહી હતી. ઓપનર પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંઘે પ્રથમ વિકેટ માટે માત્ર 4.2 ઓવરમાં 61 રન જોડી દીધા હતા. પ્રિયાંશ આર્યાએ માત્ર 11 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 39 રન ફટકારીને ચેન્નઈના બોલરોને દબાણમાં લાવી દીધા હતા. મેટ હેનરીએ પ્રિયાંશને આઉટ કરીને આ જોડી તોડી હતી. ત્યારબાદ પ્રભસિમરન સિંઘે 34 બોલમાં 43 રન બનાવ્યા હતા, પરંતુ તે સરફરાઝ ખાનના સચોટ થ્રો પર રન આઉટ થયો હતો. કૂપર કોનોલીએ પણ 22 બોલમાં 36 રનનું મહત્વનું યોગદાન આપી પંજાબના વિજયની આશા જીવંત રાખી હતી.

પંજાબની જીતનો અસલી હીરો કેપ્ટન શ્રેયસ અય્યર રહ્યો હતો. શ્રેયસે જવાબદારીપૂર્વક બેટિંગ કરતા માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે કુલ 29 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરની વિકેટ અંશુલ કમ્બોજે લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં પંજાબ જીતની ખૂબ નજીક પહોંચી ગયું હતું. નેહલ વઢેરા (10 રન) આઉટ થયા બાદ માર્કસ સ્ટોઈનિસ (અણનમ 9) અને શશાંક સિંઘ (અણનમ 14) એ બાકીનું કામ પૂરું કર્યું હતું અને પંજાબને 8 બોલ બાકી રહેતા વિજય અપાવ્યો હતો.

આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જોકે, ચેન્નઈની શરૂઆત ખરાબ રહી હતી અને બીજી જ ઓવરમાં સંજુ સેમસન માત્ર 7 રન બનાવીને જેવિયર બાર્ટલેટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને યુવા બેટર આયુષ મ્હાત્રેએ બીજી વિકેટ માટે 96 રનની મજબૂત ભાગીદારી કરી હતી. આયુષે માત્ર 29 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી. ઋતુરાજ 28 રન બનાવીને યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં આઉટ થયો હતો.

આયુષ મ્હાત્રેએ ચેન્નઈ તરફથી સૌથી વધુ 73 રન બનાવ્યા હતા, જેમાં તેણે 43 બોલનો સામનો કરી 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. વિજયકુમાર વૈશાકે તેને પેવેલિયન ભેગો કર્યો હતો. મધ્યક્રમમાં સરફરાઝ ખાને માત્ર 12 બોલમાં 32 રન (6 ચોગ્ગા, 1 છગ્ગો) ફટકારીને રન રેટમાં વધારો કર્યો હતો. અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ પોતાની આગવી શૈલીમાં બેટિંગ કરતા 27 બોલમાં 45 રન જોડ્યા હતા, જેના કારણે ચેન્નઈ 200નો આંકડો વટાવી શક્યું હતું. પંજાબ તરફથી વિજયકુમાર વૈશાકે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ બગદાણા વિવાદના પીડિત નવનીત બાલધીયા જોડાયા કોંગ્રેસમાં જોડાયા, કોળી આગેવાનો પણ પાર્ટીમાં

IPLના ઇતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હંમેશા રસાકસી જોવા મળી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 33 મુકાબલા થયા છે, જેમાં હવે પંજાબ કિંગ્સ 17 જીત સાથે આગળ નીકળી ગયું છે, જ્યારે ચેન્નઈએ 16 મેચ જીતી છે. ચેપૉકના મેદાન પર ચેન્નઈને હરાવવું મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ પંજાબ કિંગ્સે શ્રેષ્ઠ ટીમ વર્ક બતાવીને આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. ચેન્નઈ માટે બોલિંગ વિભાગ ચિંતાનો વિષય છે કારણ કે સતત બીજી મેચમાં તેમના બોલરો રન રોકવામાં નિષ્ફળ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CSKvsPBKS ShreyasIyer IPL2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ