બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Turkish sex cult televangelist jailed for 1075 years for abuse

OMG / તુર્કીમાં મુસ્લિમ ધાર્મિક નેતાની 1000 ગર્લફ્રેન્ડ્સ મળતા ખળભળાટ, સજા જે અપાઈ તે ન જાણો તે જ સારું

Published By: Shalin

Last Updated: 03:42 PM, 13 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કીના મુસ્લિમ ધાર્મિક નેતા અદનાન ઓકતારને ઇસ્તંબુલ કોર્ટે જાતીય સતામણી સંબંધિત 10 જુદા જુદા કેસોમાં 1075 વર્ષની સજા સંભળાવી છે.

અદનાન એક મુસ્લિમ સંપ્રદાયનો વડો છે અને ફરિયાદી તેમની સંસ્થાને ગુનેગાર માને છે. વર્ષ 2018માં દેશભરમાં દરોડા પાડીને ડઝનેક ઓકતાર સંપ્રદાયીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અદનાન ઓક્તાર લોકોને કટ્ટરવાદી દૃષ્ટિકોણ વિશે ઉપદેશ આપતો હતો, જ્યારે તે મહિલાઓને 'બિલાડી' કહેતો હતો.

અદનાન ટીવી શોમાં મહિલાઓ સાથે ડાન્સ કરતો

અદનાન ટીવી શોમાં આ મહિલાઓ સાથે ડાન્સ પણ કરતો હતો. આ મહિલાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવેલી હતી. તેને 1075 વર્ષની સજા ફટકારવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અદનાન પર જાતીય ગુનાઓ, સગીરાઓનું જાતીય શોષણ, છેતરપિંડી અને રાજકીય અને સૈન્ય જાસૂસીના આરોપ મૂકવામાં આવ્યા છે. આશરે 236 લોકો વિરુદ્ધ કેસ શરૂ કરવામાં આવ્યો છે અને તેમાંથી 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અદનાનના ઘરેથી 69 હજાર ગર્ભનિરોધક ગોળીઓ મળી

અદાલતની સુનાવણી દરમિયાન અદનાન વિશેના અનેક રહસ્યો અને ભયાનક જાતીય ગુનાઓ બહાર આવ્યાં હતાં. ડિસેમ્બરમાં સુનાવણી દરમિયાન અદનાને ન્યાયાધીશને કહ્યું હતું કે તેની લગભગ 1000 ગર્લફ્રેન્ડ્સ છે. તેણે કહ્યું કે મારા હૃદયમાં મહિલાઓ પ્રત્યેનો પ્રેમ ખૂબ વધારે છે. પ્રેમ એ માણસની વિશેષતા છે. આ એક મુસ્લિમની ગુણવત્તા છે. બીજા પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે, મારામાં પિતા બનવાની અસાધારણ આવડત છે.

અદનાનની વિવાદિત ટીવી ચેનલે 2011 માં ઓનલાઇન પ્રસારણ શરૂ કર્યું હતું

અદનાન 1990ના દાયકામાં પહેલી વાર લાઇમલાઈટમાં આવ્યો હતો. તે સમયે તે એક સંપ્રદાયનો નેતા હતો અને ઘણી વાર સેક્સ કૌભાંડોમાં સામેલ હતો. તેની એક ટીવી ચેનલે 2011 માં ઓનલાઇન પ્રસારણ શરૂ કર્યું હતું, જેની તુર્કીના ધાર્મિક નેતાઓ દ્વારા નિંદા કરવામાં આવી હતી. 

સુનાવણી દરમિયાન એક મહિલાએ જણાવ્યું હતું કે અદનાને તેની અને અન્ય મહિલાઓ સાથે અનેક વખત જાતીય શોષણ કર્યું હતું. ઘણી મહિલાઓ પર બળજબરીથી બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ગર્ભનિરોધક દવાઓ ખાવાની ફરજ પાડવામાં આવી હતી. અદનાનના ઘરેથી 69 હજાર બર્થ કંટ્રોલ ગોળીઓ મળી આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Muslim OMG Turkey ટર્કી OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ