અમેરિકાનો હવેનો આગળનો ટાર્ગેટ ઈરાન હોઈ શકે છે. આ અંગે અમેરિકન અર્થશાસ્ત્રી પ્રોફેસર જેફરી સૅક્સે અમેરિકાની વિદેશ નીતિ પર આકરી ટીકા કરી છે. તેમને ટ્રમ્પની આકરી ટીકા કરતા કહ્યું છે કે "નિયમો-આધારિત વર્લ્ડ ઓર્ડર "નો વિચાર માત્ર કાગળ પર છે. સૅક્સે ચેતવણી આપી હતી કે વેનેઝુએલા બાદ ઈરાન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આગામી ટાર્ગેટ બની શકે છે. જો આવું થાય તો મોટી તબાહી થશે કેમ કે, ઈરાન પાસે હાઇપરસોનિક મિસાઇલો છે.
- અમેરિકા ડીપ સ્ટેટ મિલિટરી સિસ્ટમ સંચાલિત દેશ
વેનેઝુએલા પર યુએન સુરક્ષા પરિષદમાં તેમની જુબાની બાદ જગ્યાએ તેમને કહ્યું કે, ટ્રમ્પને સંપૂર્ણ રીતે કાબુ બહાર છે. અને યુનાઇટેડ સ્ટેટ્સને "ડીપ સ્ટેટ મિલિટરી સિસ્ટમ" દ્વારા સંચાલિત દેશ ગણાવ્યો. સૅક્સે જણાવ્યું કે, દેશ બંધારણીય સીમાઓની બહાર જઈને કામ કરે છે. ટ્રમ્પે આઠ વર્ષ પહેલાં લેટિન અમેરિકન નેતાઓને પૂછ્યું હતું, "હું વેનેઝુએલા પર હુમલો કેમ ન કરું?"
પ્રોફેસર જેફરી સૅક્સની મોટી ચેતવણી હવે ઈરાન પર છે. તેમને કહ્યું કે, જો ટ્રમ્પ ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરે છે તો તે "વેનેઝુએલા કરતાં પણ વધુ ખતરનાક હશે. તેમને કહ્યું કે, ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ નવા વર્ષની આસપાસ માર-એ-લાગોમાં ટ્રમ્પને મળ્યા હતા જ્યાં તેમણે સંયુક્ત રીતે જાહેર કર્યું હતું કે, " હવે ઈરાનનો વારો છે".
- "હવે ઈરાનનો વારો"
"જ્યારે નેતન્યાહુ ગયા અઠવાડિયે નવા વર્ષની આસપાસ માર-એ-લાગોની મુલાકાતે ગયા હતા ત્યારે તેમને એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, "ઈરાન, હવે તમારો વારો છે, અથવા તમારો વારો આવી શકે છે." ટ્રમ્પે કહ્યું છે કે જો સરકાર ઈરાનમાં વિરોધ પ્રદર્શનો પર કડક કાર્યવાહી કરશે, તો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમે લડવા માટે તૈયાર છીએ."
- થશે ગ્લોબલ ધમાકો
જેફરી સૅક્સે ઇઝરાયલને "યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં પણ વધુ ભ્રષ્ટ દેશ" ગણાવ્યો છે. અને સાથે એવી પણ ચેતવણી આપી હતી કે, ઈરાન પાસે હાઇપરસોનિક મિસાઇલો હોવાથી આ ટકરાવ "ગ્લોબલ ધમાકો" પેદા કરી શકે છે. તેમને આ વર્ષે ભારતના રાષ્ટ્રપતિપદ હેઠળ BRICS દેશોને યુએસ સામ્રાજ્યવાદી વિસ્તરણ સામે યુએન ચાર્ટરનો બચાવ કરવા પણ અપીલ કરી હતી.

- CIA ચલાવે છે અમરિકાની વિદેશ નીતિ
આ પ્રોફેસરે જણાવ્યું હતું કે, CIA, પેન્ટાગોન અને અન્ય સુરક્ષા એજન્સીઓ અમેરિકાની વિદેશ નીતિ ચલાવે છે. યુએસ વિદેશ નીતિના સ્તંભોમાંનો એક સત્તા પરિવર્તન છે. પછી ભલે તે યુદ્ધો દ્વારા હોય, કહેવાતા રંગ ક્રાંતિ દ્વારા હોય, હત્યાઓ દ્વારા હોય કે બળવા દ્વારા હોય.
- અમરિકા વામપંથી સરકારની વિરોધી
તેમને જણાવ્યું કે, વેનેઝુએલાના કિસ્સામાં અમેરિકા 20 વર્ષથી વધુ સમયથી સરકાર બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે કેમ કે તે, વામપંથી સરકાર છે અને તે કે અમેરિકાન ઓઈલ કંપનીઓને તેઓ જે ઇચ્છે છે તે આપતું નથી. તેમને 2002 માં સીધો બળવો કરવાનો પ્રયાસ કર્યો હતો. 2014 માં વિરોધ પ્રદર્શનો ઉશ્કેર્યા, ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ગંભીર આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા અને છેલ્લે ટ્રમ્પે જાહેર કર્યું, "અમે આ સરકારને લશ્કરી રીતે ઉથલાવી દેશું."
- ઈઝરાયલ ઉથલાવી પાડવા માંગે ઈરાની સરકારને
ઈરાન અંગેની અમેરિકાની યોજના સમજાવતા પ્રોફેસર જેફરી સૅક્સે કહ્યું કે, "ઈઝરાયલ ઈરાન પ્રત્યે ખૂબ જ ઝનૂની છે અને ઈરાની સરકારને ઉથલાવી પાડવા માંગે છે. અમેરિકા એ યુદ્ધો લડે છે જે ઈઝરાયલ તેને લડવાનું કહે છે. જે ખુબ ખતરનાક છે."
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ