બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વેનેઝુએલા પાસે કેટલું સોનું? માદુરોએ 113 મેટ્રીક ટન તો સ્વિઝરલેન્ડમાં મોકલ્યું

Venezuela / વેનેઝુએલા પાસે કેટલું સોનું? માદુરોએ 113 મેટ્રીક ટન તો સ્વિઝરલેન્ડમાં મોકલ્યું

Ajitsinh Jadeja

Last Updated: 04:49 PM, 7 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Venezuela Gold Reserve: ટ્રમ્પની નજર લાંબા સમયથી વેનેઝુએલા પર એમ જ ન હતી. આ દેશ ફક્ત તેના તેલ માટે જ નહીં પરંતુ તેના પેટાળમાં રહેલ સોનાના ભંડાર માટે પણ જાણીતો છે.

Venezuela Gold Reserve: ટ્રમ્પની નજર લાંબા સમયથી વેનેઝુએલા પર એમ જ ન હતી. આ દેશ ફક્ત તેના તેલ માટે જ નહીં પરંતુ તેના પેટાળમાં રહેલ સોનાના ભંડાર માટે પણ જાણીતો છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ 2013 થી 2016 દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડમાં 113 મેટ્રિક ટન સોનું મોકલ્યું હતું. જાણો વેનેઝુએલા પાસે કેટલું સોનું છે, તેના સોનાના ભંડાર ક્યાં છે અને તે કેટલું છે.

વેનેઝુએલાનું તેલ પછી સોનું હવે ચર્ચાનો વિષય છે. એક ન્યૂઝ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ 2013 થી 2016 દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડમાં 113 મેટ્રિક ટન સોનું મોકલ્યું હતું. સ્વિસ બ્રોડકાસ્ટર એસઆરએફનો દાવો છે કે સોનું એવા સમયે મોકલવામાં આવ્યું હતું જ્યારે સરકાર અર્થતંત્રને સહારો આપવા માટે સોનું વેચી રહી હતી. વેનેઝુએલા પર અમેરિકાના આક્રમણ અને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ સ્વિટ્ઝર્લૅન્ડે માદુરો અને તેમના 36 સહયોગીઓની સંપત્તિને ફ્રીજ કરવાનો આદેશ આપ્યો છે.

Nicolas-Maduro

વેનેઝુએલા એક એવો દેશ છે જેની પાસે માત્ર ગોલ્ડ રિજર્વ જ નથી પણ તેની પાસે ભૂગર્ભમાં દટાયેલો સોનાનો વિશાળ ભંડાર પણ છે, જે ખાણકામ દ્વારા કાઢવામાં આવે છે. રિપોર્ટ અનુસાર 2024 સુધીમાં વેનેઝુએલા પાસે 161 ટન સોનું હતું. ડેટા અનુસાર વેનેઝુએલાનો સોનાનો ભંડાર વર્ષ-દર-વર્ષ ઘટતો ગયો છે. આ મુખ્યત્વે વધતી જતી મોઘવારી અને ભ્રષ્ટાચારને કારણે છે.

જાણો અહીં જમીનમાં કેટલું સોનું?

વેનેઝુએલા વિશ્વના સૌથી મોટા તેલ ભંડાર માટે જાણીતું છે. વેનેઝુએલા વિશ્વના ક્રૂડ ઓઇલ ભંડારનો આશરે 17 ટકા હિસ્સો ધરાવે છે. વેનેઝુએલા માત્ર તેલમાં જ નહીં પરંતુ સોના, નિકલ અને બોક્સાઇટ ભંડારમાં પણ સમૃદ્ધ છે. ટ્રમ્પની નજર આ દેશ પર હતી તે કોઈ કારણ વગર નથી.

વેનેઝુએલા પાસે 8,000 ટનથી વધુ સોનાનો ભંડાર છે, જે તેને વિશ્વના સૌથી સંસાધન-સમૃદ્ધ દેશોમાંનો એક બનાવે છે. જો કે દાયકાઓના ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને નબળી નીતિઓએ આ સંપત્તિનો મોટાભાગનો ઉપયોગ અધૂરો છોડી દીધો છે. એક મીડિયા અહેવાલ મુજબ વેનેઝુએલા તેના આર્થિક સંકટ દરમિયાન દેવાની ચૂકવણી કરવા અને અર્થતંત્રમાં વિદેશી ચલણ દાખલ કરવા માટે વારંવાર તેના સોનાના ભંડારનો ઉપયોગ કરતો રહ્યો છે. સંસાધન છતાં અહી ગોલ્ડ પ્રોડક્શન નિચલા સ્તર પર છે.

gold-mine

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર 2024 સુધીમાં વેનેઝુએલામાં સત્તાવાર સોનાનું ઉત્પાદન 30.6 ટન હતું, જે વૈશ્વિક ધોરણો અનુસાર ઓછું છે. વેનેઝુએલાની ખનિજ સંપત્તિનું કેન્દ્ર ઓરિનોકો ખાણકામ ક્ષેત્ર છે, જે 2016 માં સરકારે જાહેર કરેલો વિશાળ વિસ્તાર છે. તે દેશના દક્ષિણ ભાગમાં 110,800 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર ધરાવે છે. વધુમાં બોલિવર રાજ્ય તેના પરંપરાગત સોનાના ઉત્પાદન માટે જાણીતું છે.

સત્તાવાર રીતે એવો દાવો કરવામાં આવે છે કે આ પ્રદેશમાં 8,000 ટનથી વધુ સોનું, હીરા અને અન્ય ખનિજો છે. જો ખાણકામ કરવામાં આવે તો આ ભંડારો વેનેઝુએલાને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સંસાધન-સમૃદ્ધ દેશોમાંનો એક બનાવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ અચાનક PM મોદીએ ઈઝરાયેલના PM નેતન્યાહૂને કરી લીધો ફોન, જાણો શું વાત થઈ?

કેટલા ખનીજ?

ઘણા મીડિયા અહેવાલો દાવો કરે છે કે ઓરિનોકો આર્કમાં ઇલેક્ટ્રોનિક્સ અને એરોસ્પેસ ઉદ્યોગોમાં વપરાતા મહત્વપૂર્ણ ખનિજ કોલ્ટન, તેમજ કેસિટેરાઇટ, એક ટીન ઓરનો ભંડાર છે. વધુમાં વેનેઝુએલામાં લગભગ 407,885 ટન નિકલ ભંડાર છે. જો કે વ્યાપારી ઉત્પાદન મર્યાદિત રહે છે.

તેલ હોય, સોનું હોય કે અન્ય ધાતુઓ, વેનેઝુએલા આ સંસાધનોથી સમૃદ્ધ હતું, પરંતુ સરકારી નીતિઓ અને પ્રથાઓએ તેને આ સંસાધનોનો લાભ લેવાથી અટકાવ્યું. વેનેઝુએલાની સરકારે અર્થતંત્રને સુધારવા માટે ઉપયોગમાં લેવાતા ભંડોળને મફત ભેટો વહેંચવા માટે વાળ્યું. ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો. સરકારે ફક્ત તેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અન્ય ક્ષેત્રોની અવગણના કરી. પરિણામે, અર્થતંત્ર તૂટી પડ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Venezuela Gold Mine Nicolas Maduro
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ