ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ખાધું-પીધું, આરામ કર્યો, અને પછી કથિત ગુજરાતી સહેલાણીઓએ જે કાંડ કર્યો, સૌ ચોંકી ઉઠ્યાં

આબુ / ખાધું-પીધું, આરામ કર્યો, અને પછી કથિત ગુજરાતી સહેલાણીઓએ જે કાંડ કર્યો, સૌ ચોંકી ઉઠ્યાં

Published By: Vishal Dave

Last Updated: 11:06 AM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં ગુજરાતમાંથી આવેલા કેટલાક પ્રવાસીઓએ સ્થાનિક હોલિડે હોટલમાં રોકાઈ ખાવા-પીવાનો આનંદ માણ્યો હતો. પરંતુ થોડી જ વારમાં આ પ્રવાસીઓએ ₹10,900નું બિલ ચૂકવ્યા વિના હોટલ છોડવાનો પ્રયાસ કર્યો.

ADVERTISEMENT

સિરોહી જિલ્લાના આબૂરોડ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગુજરાતમાંથી આવેલા કેટલાક પ્રવાસીઓએ સ્થાનિક હોલિડે હોટલમાં રોકાઈ ખાવા-પીવાનો આનંદ માણ્યો હતો. પરંતુ થોડી જ વારમાં આ પ્રવાસીઓએ ₹10,900નું બિલ ચૂકવ્યા વિના હોટલ છોડવાનો પ્રયાસ કર્યો.

હોટલ સંચાલકોએ અનેક વાર બિલ ચુકવવાની વિનંતી કરી, છતાંય આ સહેલાણીઓ લક્ઝરી કારમાં બેસીને સ્થળ પરથી ભાગી ગયા. હોટલ માલિકે વિલંબ કર્યા વગર તરત જ પોલીસને માહિતી આપી, જેના પછી પોલીસ ટીમે તાત્કાલિક પગલા લીધા.

પોલીસ અને હોટલ સંચાલક મળીને કારનો પીછો કરતા આબૂરોડના અંબાજી રોડ પાસે આ સહેલાણીઓને રોકવામાં સફળ થયા. પૂછપરછ દરમિયાન તેમણે શરૂઆતમાં “પૈસા નથી” જેવા બહાના બનાવ્યા, પરંતુ પોલીસની હાજરીમાં અંતે ઓનલાઇન પેમેન્ટ કરીને હોટલનું બિલ ચૂકવવું પડ્યું.

આ પણ વાંચોઃ હાશ! આખરે પરિવારે લીધો રાહતનો શ્વાસ, ઈરાનમાં બંધક બનાવેલા

પોલીસની સમયસર કાર્યવાહીથી હોટલ સંચાલકને નાણાકીય નુકસાન થતું અટક્યુ હતું.. આ સમગ્ર ઘટના ત્યાં સ્થળ પર હાજર લોકોએ મોબાઇલમાં રેકોર્ડ કરી હતી, જેમાં સહેલાણીઓની બહાનાબાજી અને પછી પેમેન્ટ કરતી તસવીરો સામે આવી છે.આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે સહેલાણીઓ માટે નિયમિત ચેકિંગ અને નોંધણીની જરૂર છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Escape Without Paying Tourists Hotel Bill

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ