બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tourists flocked to the rain-soaked nature

જામ્યો મેહુલિયો / પ્રકૃતિ ખીલી સોળે કળાએ ! ડાંગમાં ખીલી ઉઠ્યુ કુદરતી સૌંદર્ય, તો આબુમાં ધુમ્મસ રાજ

Khyati

Last Updated: 01:44 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદી માહોલ જામતા પ્રકૃતિઓ માટે સ્વર્ગ સમાન ડાંગ અને આબુમાં ખીલી ઉઠી વનરાજી, પ્રવાસીઓ પ્રકૃતિને માણવા કુદરતના ખોળે પહોંચ્યા

  • વરસાદી માહોલ જામતા પ્રકૃતિપ્રેમીઓ ખુશખુશાલ
  • ડાંગમાં ખીલી ઉઠી વનરાજી
  • આબુમાં પણ નયનરમ્ય નજારો 

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આ એવી ઋતુ છે જેમાં કુદરતની નજીક રહ્યા હોવાનો અનેરો અહેસાસ થાય છે. વરસાદી માહોલમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે. નદી-ઝરણા વહેવા લાગે છે. જાણે કે ધરતી પર જ સ્વર્ગ જેવી લાગણી અનુભવાય છે. આ ઋતુ છે જેમાં ક્યાંક હિલ સ્ટેશન કે પહાડો પર જવાની જરૂર રહેતી નથી. ઘર આંગણે જ જાણે કે સ્વર્ગનો અહેસાસ થાય છે. ત્યારે ગુજરાતમાં વરસાદ પડતા ડાંગમાં કંઇક અલગ જ નજારો જોવા મળ્યો.

ડાંગમાં ખીલી પ્રકૃતિ

ડાંગ એટલે ધરતી પરનું સ્વર્ગ, ડાંગ એટલે કુદરતની નજીક હોવાનો અહેસાસ કરાવતી જગ્યા.  તેમાં પણ વરસાદ પડે એટલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે. ત્યારે હાલમાં ડાંગમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના આહવા, વઘઇ અને સુબીરમાં મેઘરાજા વરસી રહ્યા છે.

સાપુતારા ખાતે વરસાદી માહોલ જોવા મળતા કંઇક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ છે. ચોમેર લીલોતરી વચ્ચે વરસતા વરસાદનો માહોલ જોવાનો લ્હાલો કંઇક અનેરો જ હોય છે. ત્યારે પ્રવાસીઓ પણ કુદરતી સૌંદર્યને માણવા ઉમટી પડ્યા છે. 

આવા કુદરતી માહોલમાં રહેવુ કોને ન ગમે, ત્યારે સાપુતારામાં પણ ચોમાસુ જામતા પ્રવાસીઓએ આ તરફ દોટ મૂકી છે. કુદરતનો આ નજારો માણવા માટે સાપુતારા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સતત વરસાદને પગલે નાના-નાના ધોધ પણ સક્રિય થતા અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

માઉન્ટ આબુમાં મેઘરાજા મહેરબાન 

તો આ તરફ માઉન્ટ આબુમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મેઘ સવારી આવી પહોંચતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે આબુ ગાઢ ધુમમ્સની ચાદર ઓઢીને બેઠુ છે.આવા માહોલને કારણે તો પ્રવાસીઓમાં આનંદની લાગણી ફરી વળી છે. કુદરતના સાંનિધ્યને માણવા લોકો મોટી સંખ્યામાં આબુ પહોંચી રહ્યા છે. 

  

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવો વરસાદ ?

તમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. સૌથી વધુ 8 ઇંચ વરસાદ રાજકોટના જામકંડોરણામાં પડ્યો છે. જ્યારે કપરાડામાં 6 ઇંચ, ઉપલેટામાં સાડા ચાર ઇંચ, વાપીમાં સાડા 4 ઇંચ, લોધિકામાં 4 ઇંચ વરસાદ, ખેરગામ અને માંડવીમાં 4-4 ઇંચ વરસાદ, ભેસાણ, સુત્રાપાડા અને મેંદરડામાં સાડા 3 ઇંચ વરસાદ વરસ્યો.

જ્યારે પારડી, વલસાડ, ઉના, ગણદેવી અને ધરમપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. કોટણા, સાંગાણી, નવસારી અને ગીર ગઢડામાં 2.5 ઇંચ વરસ્યો. જ્યારે તળાજા, માળિયા, સંતરામપુર અને મહુવામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. જ્યારે વિસાવદર, કુતિયાણા અને વડગામમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ