બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / tourists are wandering in italy with google map nodrk
ADVERTISEMENT

કારણ કે ઘણાં પ્રવાસીઓ ગુગલ મેપથી રસ્તો ભુલીને એવા જોખમી સ્થળે પહોંચી જાય છે કે ફાયર સર્વિસ અથવા માઉન્ટેન રેસ્ક્યુ ટીમને પણ વારંવાર બચાવ કામગીરી માટે દોડી જવું પડે છે. ફસાયેલા પ્રવાસીઓને શોધવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. અહીંની સ્થાનિક પોલીસે પણ ખાસ સુચના જારી કરી છે કે તેઓ ગૂગલ મેપ્સ પરથી સૂચવાયેલા રસ્તા કે રુટને ફોલો ન કરે.
ADVERTISEMENT
સ્થાનિક વહીવટીતંત્રએ પ્રવાસીઓને કાગળ પર છપાયેલો મેપ્સનું વિતરણ કરવાની પણ યોજના બનાવી છે. આ ઉપરાંત સોસિયલ મીડિયા પર પણ મેપ સર્કયુલેટ કરવામાં આવી રહ્યા છે. જેથી લોકો મોબાઇલ કે લેપટોપમાં પણ તેને જોઇને રસ્તો શોધી શકે. કારણ ગમે તે હોય પણ આ વિસ્તારમાં ગૂગલ મેપ પ્રવાસીઓને સાચો રસ્તો બતાવવાને બદલે ખોટી જગ્યાએ લઇ જાય છે.

ADVERTISEMENT
ઘણીવાર પ્રવાસીઓ અત્યંત જોખમી વિસ્તારમાં પહોંચી જાય છે જયાંથી પાછા ખરવાનું મુસ્કેલ બની જાય છે. પર્યટક એવા જોખમી રસ્તે પહોંચે જ્યાં જીવનને પણ જોખમ હોય. વહીવટીતંત્ર કહે છે કે ગુગલ મેપ પર પ્રતિબંધ મુકવો શક્ય નથી તેથી અમે લોકોને આ માટે જાગૃત કરી રહ્યા છીએ. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે અમે ગુગલને આ સમસ્યાથની જાણ કરી છે અને તેનો હલ નીકાળવા રજુઆત કરી છે. ગુગલના પ્રવક્તાએ કહ્યું કે અમને સમસ્યાની જાણ છે અને એવા રસ્તાનું મેપિંગ કરી રહ્યા છીએ જે સલામત હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.