બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Food and Recipe / અમદાવાદના સમાચાર / top ten restaurants in Ahmedabad to visit with guests this Diwali
ગુજરાતી થાળીઓ
ADVERTISEMENT
1. અન્નકૂટ

ADVERTISEMENT
પ્રહલાદનગરની આ ગુજરાતી થાળીમાં દાખલ થતા જ હોટલનો સ્ટાફ તમને આવકારશે. આજે થાળીમાં કયા શાક અને કયા ફરસાણ છે એનું લિસ્ટ બહાર બોર્ડ ઉપર લખેલું હશે. તમે અનલિમિટેડ ખાઈ શકશો. જેટલી ખાવાની કેપેસીટી વધુ એટલી વધારે મજા આવશે!
સ્થળ : પ્લેટિનમ હૉલ પાસે, આનંદનગર, પ્રહલાદ નગર, અમદાવાદ
કુઝિન : ગુજરાતી થાળી
ભાવ : 354 રૂપિયા + ટેક્સ
ADVERTISEMENT
2. સાસુજી

ADVERTISEMENT
C G રોડ પર આવેલી આ રેસ્ટોરન્ટમાં પણ તમે અન્નકૂટની જેમ સ્વાદિષ્ટ ગુજરાતી થાળી માણી શકશો. અહીં થાળીના ભાવ પણ અન્નકૂટ કરતા ઓછા છે અને તમે અનલિમિટેડ ખાઈ શકો છે.
સ્થળ : લાલ બંગલો પાસે, C G રોડ, અમદાવાદ
કુઝિન : ગુજરાતી થાળી
ભાવ : 290 રૂપિયા + ટેક્સ
ADVERTISEMENT
સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ
3. દક્ષિણાયન
ADVERTISEMENT

આ રેસ્ટોરન્ટમાં સામાન્ય સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ કરતા અલગ પ્રકારનો ટચ આપવામાં આવ્યો છે. અહીં અહીં પુન્ડ રવા મસાલા ઢોસા, પનિયારમ, ઘી મસાલા ઢોસા જેવી વાનગીઓ મિસ કરવા જેવી નથી.
સ્થળ : ગુલમહોર પાર્ક મોલ પાસે, સેટેલાઇટ, અમદાવાદ
કુઝિન : સાઉથ ઇન્ડિયન
ભાવ : આશરે 400 રૂપિયા
4. કોવલમ

C G રોડ પર આવેલી આ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ નવી જ ખુલી છે પરંતુ અહીંના અપ્પમ અને મલબારી પરાઠાના લોકો દીવાના છે. અહીં રેસ્ટોરન્ટનો બહારનો દેખાવ પણ ખુબ સરસ છે.
સ્થળ : સરદાર પટેલ સેવા સમાજ પાસે, C G રોડ, અમદાવાદ
કુઝિન : સાઉથ ઇન્ડિયન
ભાવ : આશરે 350 રૂપિયા
નાસ્તાની દુકાનો
5. ગ્વાલિયા સ્વીટ્સ એન્ડ ફાસ્ટ ફૂડ

ગ્વાલિયાએ એક મીઠાઈની દુકાન તરીકે શરૂઆત કરી હતી. આજે તેની શહેરમાં 10થી વધુ બ્રાન્ચ છે. અહીં પાણીપુરી, ચાટ, કચોરી, ગુલાબજાંબુ વગેરેની મજા માણી શકાય છે.
સ્થળ : સરદાર પટેલ સેવા સમાજ પાસે, C G રોડ, અમદાવાદ
કુઝિન : નાસ્તો, ફાસ્ટ ફૂડ અને મીઠાઈ
ભાવ : આશરે 225 રૂપિયા
6. ગીતા સમોસા સેન્ટર

શહેરના જુના અને જાણીતા ગીતા સમોસાના સમોસા, નવતાડના સમોસા અને પ્યાજ કચોરીનો સ્વાદ શોખીનોની દાઢેથી ખસતો નથી. હવે ગીતા સમોસામાં તમે પિઝાનો સ્વાદ પણ માણી શકશો.
સ્થળ : નહેરુનગર, અમદાવાદ
કુઝિન : ફરસાણ, ફાસ્ટફૂડ
ભાવ : આશરે 100 થી 150 રૂપિયા
અમદાવાદ શહેરની અનોખા પ્રકારની રેસ્ટોરન્ટ્સ
7. મકેબા ધ લૉન્જ કાફે

શહેરની એક બહુમાળી ઇમારતની ટોચ પર આવેલી આ રેસ્ટોરન્ટમાં તમે મોટા ગ્રુપ્સ સાથે જઈ શકો છો કારણ કે વધુ લોકોને બેસવા માટે સોફા ગોઠવેલા છે. ઉંચાઈ પરથી રાત્રે તમે શહેરનો નજારો નિહાળી શકો છો અને શિયાળામાં ઠંડી હવાની માજા મેળવી શકો છો.
સ્થળ : પાંજરાપોળ, અમદાવાદ
કુઝિન : કાફે, ઇટાલિયન, નોર્થ ઇન્ડિયન
ભાવ : આશરે 500 રૂપિયા
8. જગરનોટ

સ્પોર્ટ્સના શોખીનો માટે આ જગ્યા સ્વર્ગસમી છે. બે માળમાં ફેલાયેલી આ રેસ્ટોરન્ટના વિશાળ સ્ક્રીન ઉપર લાઈવ મેચની મજા ચુકવા જેવી નથી. વધુમાં રેસ્ટોરન્ટની પાછળ મોટું મેદાન છે. આ મેદાનમાં ચાલતી ફૂટબોલની મેચ પણ રેસ્ટોરન્ટમાં બેઠા બેઠા એન્જોય કરી શકાય છે. સાથે સ્વાદિષ્ટ ખાવાનું તો ખરું જ!
સ્થળ : સિંધુભવન રોડ, અમદાવાદ
કુઝિન : મેક્સિકન, ઇટાલિયન, નોર્થ ઇન્ડિયન
ભાવ : આશરે 450 રૂપિયા
લકઝરી ડાઇનિંગ જગ્યાઓ
શહેરની આ મોંઘીદાટ રેસ્ટોરન્ટ્સ એક વાર ટ્રાય કરવા જેવી ખરી!
9. દ્રાવિડા ધ ફર્ન

ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ખાવા માટે અહીં આવવું ફરજીયાત છે. ખાવાનું અહીં પરંપરાગત દક્ષિણ ભારતીય શૈલીમાં કેળના પાનમાં પીરસવામાં આવે છે. કેટલીક સાઉથ ઇન્ડિયન વાનગીઓના તો તમે કદાચ નામ પણ નહિ સાંભળ્યા હોય! અહીં મેનુ પ્રમાણે અને બુફે સિસ્ટમથી એમ બંને રીતે ભોજન પીરસાય છે.
સ્થળ : ફર્ન હોટલ, સોલા, અમદાવાદ
કુઝિન : ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન
ભાવ : સવારનું બુફે 600 રૂપિયા + ટેક્સ
10. અગાશિયે ધ હાઉસ ઓફ MG

અગાશિયે અમદાવાદની ટોચની હેરીટેજ હોટલ છે. અહીનું ગુજરાતી ખાવા નોન ગુજરાતીઓ જ નહિ પણ ફોરેનર્સ પણ આવે છે. દેખાવમાં ખુબ ભવ્ય અને ભાવમાં ખુબ મોંઘી છે આ રેસ્ટોરંટ!
સ્થળ : સિદી સૈયદ જાળી, લાલ દરવાજા, અમદાવાદ
કુઝિન : ગુજરાતી
ભાવ : 1200 રૂપિયાની થાળી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.