ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / એક દિવસની છુટ્ટી પર, એ પણ બીમારીની, અને HRએ કર્મચારીને જે મેઇલ મોકલ્યો, થઇ ગયો વાયરલ

દબાણ / એક દિવસની છુટ્ટી પર, એ પણ બીમારીની, અને HRએ કર્મચારીને જે મેઇલ મોકલ્યો, થઇ ગયો વાયરલ

Published By: Vishal Dave

Last Updated: 02:47 PM, 27 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈમેલમાં HR વિભાગે એમ પણ લખ્યું છે કે, કર્મચારીએ રજા માટે પૂર્વ મંજૂરી લીધા વગર અનઉપસ્થિતિ દર્શાવી છે, જેને ગંભીર શિસ્ત ભંગ ગણવામાં આવે છે.

ADVERTISEMENT

એક સરકારી બેંકમાં કામ કરતા કર્મચારીને તેણે લીધેલી માંદગીની એક રજાને લઇને ખુબજ કડવો અનુભવ થયો. તેમણે માત્ર એક દિવસ માટે લીધી બીમારીની રજાને લીધે HR તરફથી ચેતવણી ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઘટનાનો સ્ક્રીનશોટ કર્મચારીએ રેડિટના r/IndianWorkplace ફોરમ પર શેર કર્યો છે, જેના પર હવે લોકો ભારે પ્રતિસાદ આપી રહ્યા છે.

"પહેલાંથી મંજૂરી વગર રજા લેવાઈ છે, જે એક ગંભીર શિસ્તભંગ છે"

ઈમેલમાં HR વિભાગે એમ પણ લખ્યું છે કે, કર્મચારીએ રજા માટે પૂર્વ મંજૂરી લીધા વગર અનઉપસ્થિતિ દર્શાવી છે, જેને ગંભીર શિસ્ત ભંગ ગણવામાં આવે છે. સાથે જ કર્મચારીને ત્રણ દિવસની અંદર લેખિત સ્પષ્ટીકરણ આપવાનું જણાવ્યું છે. જો તે આ સમયમર્યાદામાં જવાબ નહિ આપે તો એમ માનવામાં આવશે કે તેમનું સ્પષ્ટીકરણ સંતોષકારક નથી.

કર્મચારીના શબ્દોમાં – "હું ચોંકી ગયો!"

આ અંગે કર્મચારીનું કહેવું છે:
"હું ખૂબ જ અચંબિત થઈ ગયો. મેં ફક્ત એક દિવસ બીમાર હોવાથી રજા લીધી હતી. કોઈ લાંબી છુટ્ટી પણ નહોતી. છતાં પણ મને ચેતવણી ઈમેલ મોકલાયો."સરકારી કર્મચારીએ રેડીટ પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે

‘સરકારી બેંકોમાં કામ અને જીવન વચ્ચે સંતુલન નથી’. મેં ફક્ત એક દિવસ બીમારીના કારણે રજા લીધી હતી અને બીજા દિવસે જ મને ચેતવણી મેલ મળ્યો. જો કોઈ એ વિચારે છે કે સરકારી નોકરી શ્રેષ્ઠ છે, તો તેઓએ ફરી વિચારવું જોઈએ.”

આ પણ વાંચોઃ ઓક્ટોબરમાં 15 દિવસ બેંકો બંધ! ધક્કો ખાતા પહેલા એકવાર લિસ્ટ પર નજર મારી લેજો

શિસ્તભંગના નોટિસ જેવી ભાષા HRના ઈમેલમાં

શેર કરાયેલા ઈમેલ સ્ક્રીનશોટમાં વિષય પંક્તિમાં લખાયું હતું: “બિનમંજૂર રજાનું સ્પષ્ટીકરણ આપો.”
અને તેનાં અંદરના વાક્યોમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનું વર્તન જવાબદારીના અભાવ અને શિસ્તની અવહેલના તરીકે ગણાશે.

આ ઘટના સામે આવતા, સરકારી નોકરીમાં રજા સંબંધિત નિયમોની કડકાઈ અને કર્મચારીઓ પર પડતા મનોવિજ્ઞાનિક દબાણ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Work Pressure Sick Leave HR Warning

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ