ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / tips to stop emotional eating
Last Updated: 01:23 PM, 21 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે પણ વ્યક્તિ સ્ટ્રેસમાં હોય છે, ત્યારે વ્યક્તિ વધુ ખાવાનું પસંદ કરે છે. શું તમને ભૂખ ના લાગી હોવા છતાં પણ તમે ખાઓ છો? જો આ સવાલનો જવાબ હા છે, તો તમે ઈમોશનલ ઈટિંગ ડિસઓર્ડરથી પીડાઈ રહ્યા છો. જેના કારણે તમારું વજન વધવા લાગે છે. આ પ્રકારની તકલીફ ના થાય તે માટે ઈમોશનલ ઈટિંગ બંધ કરી દેવું જોઈએ.
ઈમોશનલ ઈટિંગ કરી રહ્યા છો, તે કેવી રીતે જાણી શકાય?
ઈમોશનલ ઈટિંગ એટલે પેટ નહીં પરંતુ ઈમોશનલ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ભોજન કરવું. ઈમોશનલ ઈટિંગથી ઈમોશનલ પ્રોબ્લેમ દૂર થતી નથી. ઉપરાંત શારીરિક સમસ્યા પણ થવા લાગે છે.
ADVERTISEMENT
ઈમોશનલ ઈટિંગ બંધ કરવાની ટિપ્સ
ડાયરી રાખવી
તમે આખો દિવસ શું ખાઓ છો તે માટેની એક ડાયરી રાખવી. કેટલા વાગે શું ખાધુ હતું અને કેટલુ ખાધુ હતું, તે ડાયરીમાં લખવું. જેથી તમે તમારી આદતો અને પેટર્ન વિશે જાણી શકશો. આ રીતે તમે હેલ્ધી અને અનહેલ્ધી ફૂડ વિશે જાણી શકશો અને ઈમોશનલ ઈટિંગ વિશે જાણી શકાશે.
મિત્રો સાથે વાત કરો
જો લંચ કર્યા પછી અને કંઈક નાસ્તો કરવાનું વિચાર આવે તો તમારે વિચારવું જોઈએ કે, ઈમોશનલ ઈટિંગના કારણે તમને ભૂખ લાગી રહી છે. કંઇક ખાવાનું મન થાય એટલે મિત્રો સાથે વાત કરો તમે થોડું પાણી પણ પી શકો છો.
ADVERTISEMENT
પરિવાર સાથે વાત કરો
જો તમે સ્ટ્રેસમાં છો તો તમારા પરિવાર અને તમારા મિત્રો સાથે વાત કરો. જેથી તમે તંદુરસ્ત જીવનશૈલી અપનાવી શકો છો અને ઈમોશનલ ઈટિંગ બંધ કરી શકો છો. જ્યારે પણ તમને જમ્યા પછી પણ ભૂખ લાગે તો ઈમોશનલ ઈટિંગ બંધ કરવા માટે મિત્રો અને પરિવાર સાથે વાત કરવી.
હેલ્ધી બિહેવિયર
કેલરી, મેનૂ પ્લાનિંગ પર વધુ ધ્યાન ના આપવું, નહીંતર તમને વધુ ક્રેવિંગ થઈ શકે છે. નવી વાનગરી અને મનપસંદ ભોજન કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી ઈમોશનલ ઈટિંગથી બચી શકાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ચોખાના લોટથી ત્વચા પર આવશે નિખાર, ટ્રાય કરો આ ઓર્ગેનિક બોડી લોશન અને ફેસ પેક
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો