બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / rice flour can improve your skin know how to use it

Beauty Tips / ચોખાના લોટથી ત્વચા પર આવશે નિખાર, ટ્રાય કરો આ ઓર્ગેનિક બોડી લોશન અને ફેસ પેક

Published By: Vikram Mehta

Last Updated: 12:48 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડી વધે છે તેમ તેમ ત્વચા પર ઠંડા પવનની અસર થાય છે. અહીંયા અમે તમને તમારી સ્કિન માટે ચોખાના લોટના ફાયદા અને તે ચહેરા પર કેવી રીતે લગાવી શકાય તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • ત્વચા પર ઠંડા પવનની અસર થાય છે
  • તમારી સ્કિન માટે ફાયદાકારક છે ચોખાનો લોટ
  • ચહેરા પર લગાવો ચોખાનું આ ફેસ પેક અને બોડી લોશન

ઠંડી વધે છે તેમ તેમ ત્વચા પર ઠંડા પવનની અસર થાય છે. કેટલાક ઘરેલું ઉપચારથી તમારી ત્વચા હેલ્ધી બને છે. ચોખાના લોટથી પણ તમારી ત્વચા પર નિખાર આવી શકે છે. ચોખામાં વિટામિન બી હોય છે, જેથી ત્વચા સુંદર અને મુલાયમ બને છે. અહીંયા અમે તમને તમારી સ્કિન માટે ચોખાના લોટના ફાયદા અને તે ચહેરા પર કેવી રીતે લગાવી શકાય તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ચહેરા પર ચોખાનો લોટ લગાવવાની રીત
ઓર્ગેનિક બોડી લોશન- ત્વચાની શુષ્કતા દૂર થશે

શિયાળામાં ત્વચા ડ્રાય થવા લાગે છે. ફાયટિક એસિડથી ત્વચાની ડ્રાયનેસ દૂર થાય છે. આ આલ્ફા હાઇડ્રોક્સી એસિડનો એક પ્રકાર છે, જે ત્વચાને નરમ અને મુલાયમ બનાવે છે. 

ચોખાથી ઓર્ગેનિક બોડી લોશન બનાવવાની રીત

  • 4 ચમચી નારિયેળ તેલ અને 4 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો
  • હવે તેમાં 2 ચમચી ચોખાનો લોટ નાખો. 
  • આ મિશ્રણને એક બોક્સમાં સ્ટોર કરો. ચહેરા પર આ પેસ્ટ લગાવવાથી ત્વચા મુલાયમ રહેશે. 

ચોખાનું સ્ક્રબ- યુવી કિરણો સામે રક્ષણ આપે છે
ચોખાના લોટમાં ફેરુલિક એસિડ અને પેરા-એમિનોબેન્ઝોઇક એસિડ હોય છે. જે સૂર્ય કિરણો સામે ત્વચાનું રક્ષણ કરે છે. ત્વચાની એલર્જી અને બળતરા દૂર થાય છે. ચોખાના લોટમાં વિટામીન સી અને વિટામીન ઈ હોય છે.

સ્ક્રબ બનાવવાની રીત

  • ચોખાના લોટમાં મધ અને ગુલાબજળ મિક્સ કરો. 
  • સ્નાન કરતા પહેલા આ સ્ક્રબ ચહેરા પર લગાવીને મસાજ કરો, જેથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે

ફેસ માસ્ક- એન્ટી એજિંગ
ચોખાના લોટમાં વિટામિન B હોય છે, ત્વચા પર દેખાતી કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. સ્કિન સેલ્સ રિપેર કરે છે. ચોખાના લોટમાં રહેલ વ્હાઈટનિંગ એજન્ટ ત્વચા પરના ડાધ ધબ્બા દૂર  કરે છે.

ફેસ માસ્ક બનાવવાની રીત

  • મસૂર દાળ આખી રાત પલાળી રાખો. 
  • પાણી કાઢીને પેસ્ટ બનાવો અને તેમાં 2 થી 3 ચમચી ચોખાનો લોટ મિક્સ કરો. 
  • આ  માસ્ક ચહેરા પર લગાવીને 10 થી 15 મિનિટ રહેવા દો. 
  • માસ્ક સુકાઈ જાય પછી, પાણીથી ધોઈ લો. 

ઓવરનાઈટ ફેસ પેક- ખીલ દૂર જશે
જે લોકોની ઓઈલી સ્કિન હોય તેમણે આ ફેસ પેક જરૂરથી લગાવવું જોઈએ. આ ફેસ પેકથી ત્વચા પર દેખાતા ફોલ્લીઓ અને ડાઘ દૂર થશે. ચહેરા પર લગાવવાથી સીબમ ઓછી થાય છે અને મોટા લાર્જ પોર્સની સમસ્યા દૂર થાય છે.

ઓવરનાઈટ ફેસ પેક બનાવવાની રીત

  • ચોખાના લોટમાં નારંગીની છાલનો પાવડર મિક્સ કરો. 
  • હવે પેસ્ટ રીતે લગાવવા માટે દૂધ એડ કરો. 
  • હવે ચહેરા પર લગાવો અને સવારે ઉઠ્યા પછી ચહેરો ધોઈ લો. 

વધુ વાંચો: જિમમાં ખર્ચા કરવાની જરૂર નથી શરીરને ફિટ રાખવા માટે ઘરે જ કરો આ 5 એક્સરસાઇઝ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Rice Flour glowing skin how to use rice flour for skin rice flour body lotion rice flour face pack rice flour for skin ચોખાના લોટનું ફેસ પેક સ્કિન માટે ચોખાનો લોટના ફાયદા beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ