બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Tiktok star Kirti Patel bail was granted

જૂનાગઢ / ભેંસાણમાં દાદાગીરી પર ઉતરી આવેલી કિર્તી પટેલને મળ્યા જામીન, ઘટના અંગે પોલીસ જુઓ શું કર્યા ખુલાસા

Dinesh

Last Updated: 06:27 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના ભેંસાણમાં ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ મામલો, કીર્તિ પટેલના જામીન મંજુર કરાયા

  • ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ મામલો
  • યુવકને માર મારવા સાથીદારો સાથે પહોંચી હતી ભેંસાણ
  • ટીકટોક સ્ટાર કીર્તિ પટેલના જામીન મંજુર કરાયા

સુરતની ટીકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી છે. જૂનાગઢના ભેંસાણમાં કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. તમામની ધરપકડ કરવાની સાથે પોલીસે 2 કાર પણ જપ્ત કરી હતી. ભેંસાણના એક પરિવારને હેરાન કરવાના આક્ષેપ બદલ પોલીસે કીર્તિ પટેલ સહિત કુલ 10 લોકોની ધરપકડ કરી હતી. જો કે આ મામલે  કીર્તિ પટેલના જામીન મંજૂર કરી દેવાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

કીર્તિ પટેલના જામીન મંજૂર 
પ્રાપ્ત વિગતો અનુસાર, કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. યુવકને માર મારવા કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી. ભેંસાણ પોલીસે તમામની કરી ધરપકડ કરી હતી. સાથે જ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ગુનો પણ દાખલ કર્યો હતો જે બાદ તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

કીર્તિ પટેલની ધરપકડ કરાઈ હતી
સુરતથી સાથીદારોને લઈ ભેસાણ આવેલી  કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરાયો છે. મોટી માથાકૂટ થાય તે પૂર્વે ભેસાણ પોલીસે તમામને ઝડપી લીધા હતા. પોલીસે બે કાર પણ કબજે કરી લીધી હતી. 

આ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી
પોલીસે ફરિયાદના આધારે  કીર્તિ પટેલ, અજય જેબલીયા,  ભરત વધાસીયા, ભરત  મજેઠીયા, જીતેન્દ્રસિંહ રાઠોડ, જતિન લાઠીયા, વૈશાખ રફાળીયા, યશ  મુજપરા, સુરેન્દ્રસિંહ  સિસોદિયા, જયદિપ લાઠીયા વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચીને મારી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરાઈ હતી, જો કે કીર્તિ પટેલના જામીન મંજૂર કરી દેવાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મે મહિનામાં વસ્ત્રાપુર પોલીસે કરી હતી ધરપકડ
વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ગત મે મહિનામાં ધરપકડ કરી હતી. થોડા સમય અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હતો અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ કરી રહી હતી.

છેડતી સહિતની કલમો હેઠળ નોંધાયો હતો ગુનો
ઝડપાયેલી કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી, જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કીર્તિ પટેલની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી હતી. જોકે આરોપી કીર્તિ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપ નકારી આ તમામ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ