બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રક્ષાબંધનના આગલા દિવસે કરૂણાંતિકા, ત્રણ બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

કરૂણાંતિકા / રક્ષાબંધનના આગલા દિવસે કરૂણાંતિકા, ત્રણ બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

Krutarth Joshi

Last Updated: 11:57 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરણેજ ગામમાં હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. જેમાં બહેનોએ રક્ષાબંધનનાં એક જ દિવસ પહેલા ખુબ જ કરૂણ ઘટના પ્રકાશમાં આવી છે. રક્ષાબંધન પર્વની આગલી સાંજે ત્રણ બહેનોએ પોતાનો એકનો એક ભાઇ ગુમાવ્યો હતો.

Vadodara News : વડોદરાના વાઘોડિયાના સરણેજ ગામે રક્ષાબંધનના આગલા દિવસે બની કરૂણ ઘટના સામે આવી હતી. જેમાં બહેનો પોતાના ભાઇને રાખડી બાંધે તેના એક જ દિવસ પહેલા ખુબ જ કરૂણ ઘટના બની હતી. બહેન રાખડી બાંધે એ પહેલા ભાઈનું મોત નિપજ્યું હતું. ત્રણ બહેનોના એકના એક ભાઈ હિતેશ પરમારનું મોત નિપજ્યું હતું. પાણીની મોટર ચાલુ કરવા જતાં યુવકને કરંટ લાગતા કરૂણ મોત નિપજ્યું હતું.

સરણેજ ગામ હિબકે ચડ્યું

સરણેજ ગામમાં હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. જેમાં બહેનોએ રક્ષાબંધનનાં એક જ દિવસ પહેલા ખુબ જ કરૂણ ઘટના પ્રકાશમાં આવી છે. રક્ષાબંધન પર્વની આગલી સાંજે ત્રણ બહેનોએ પોતાનો એકનો એક ભાઇ ગુમાવ્યો હતો. ભાઇને કાલે રાખડી બાંધવાની તૈયારીઓ કરી રહેલી બહેનો પર આભ ફાટ્યું હતું. ભાઈની કલાઈ પર રક્ષા સૂત્ર બાંધતા પહેલા ભાઈએ દુનિયાને અલવિદા કરી દીધું હતું. પાણીની મોટર ચાલુ કરવા જતા ત્રણ બહેનો વચ્ચે એક માત્ર ભાઈનું કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. કરંટ લાગતા તત્કાલ હિતેશ પરમારને સારવાર માટે ખસેડ્યો હતો.

આ પણ વાંચો : ટ્રમ્પની ધમકી વચ્ચે PM મોદીએ પુતિન સાથે ફોન પર કરી વાત, ભારત આવવા આપ્યું આમંત્રણ

સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

મૃતક 21 વર્ષીય હિતેશ પરમારને કરંટ લાગતા સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. જો કે નાનકડા ગામમાં આ ઘટનાને કારણે ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. એકના એક ભાઈનું મોત થતાં ત્રણ બહેનોના આક્રંદથી હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો હતો. વાઘોડિયા તાલુકાના સરણેજ ગામમાં હૃદય દ્રાવક ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

three sisters lost a brother Vadodara News youth died due to electrocution
Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ