બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કિડની માટે ઝેરથી ઓછી નથી આ સફેદ ચીજ, દૂર રહેજો નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો!

હેલ્થ / કિડની માટે ઝેરથી ઓછી નથી આ સફેદ ચીજ, દૂર રહેજો નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો!

Published By: Nirav Kumar

Last Updated: 04:13 PM, 26 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીઠાથી ભોજનનો સ્વાદ કમ્પ્લીટ થાય છે. પરંતુ જે લોકો ફૂડમાં એક્સ્ટ્રા મીઠું ઉમેરવાનું પસંદ કરે છે તેમને સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે, તે કિડનીને નુકસાન કરી શકે છે.

ઘણા લોકો ફૂડમાં એક્સ્ટ્રા મીઠું ઉમેરવાનું પસંદ કરે છે. પરંતુ દરરોજ વધુ પડતું મીઠું ખાવું એ એક એવી આદત છે જેના વિશે ઘણા લોકો વિચારતા પણ નથી પરંતુ તે ખુબ જ ગંભીર અને ચિંતાજનક હેલ્થ પરિણામ આપી  શકે છે. એક્સપર્ટ અનુસાર, વધુ પડતું મીઠું લેવાથી કિડનીને નુકસાન થઈ શકે છે..

એક્સપર્ટ અનુસાર, અમુક લોકો એક્સ્ટ્રા મીઠું ખાય છે. તે આદત સમય જતાં આ કિડનીમાં પથરી, હાઈ બ્લડ પ્રેશર અને કિડની ફંક્શનમાં ખરાબી જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. જે લોકોને પહેલાથી જ કિડની ફેલ્યોરનું જોખમ હોય તેઓએ તેમના મીઠાના સેવન વિશે ખાસ કાળજી લેવાની જરૂર હોય છે.

vtv app promotion

જેમાં દૈનિક રસોઈમાં નાના ફેરફારો પણ મોટો બદલાવ સાબિત થઈ શકે છે. તમારે એક્સ્ટ્રા મીઠું ઉમેરવાની જરૂર નથી. તેના બદલે તમે લીંબુ, મરી અને લસણનો ઉપયોગ કરીને કુદરતી રીતે તમારી ફૂડનો સ્વાદ વધારી શકો છો. તેનાથી વધુ પડતા મીઠા પરની તમારી નિર્ભરતા ઘટે છે અને સ્વાદ પણ વધે છે. આ એક સરળ અને અસરકારક રીત છે.

વધુ વાંચો : કડવા નહીં પણ અમૃત છે આ પત્તા, લીવરથી લઈને ડાયાબિટીસ સુધીની કરે છે સારવાર, જાણો ફાયદા

એક્સપર્ટ અનુસાર, તમારે પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડમાં છુપાયેલા મીઠા વિશે સાવધાન રહેવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ તમારા કુલ સોડિયમ ઇન્ટેકને વધારી શકે છે. આથી તેના લેબલ પર ધ્યાન આપવું જરૂરી છે.  શક્ય હોય તો પેકેજ્ડ ફૂડને બદલે ફ્રેશ ફૂડ ખાઓ. આમ આવી સરળ આદતોમાં ફેરફાર તમારી કિડનીના હેલ્થને સારી રાખશે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salt Kidney Failure Kidney Damage

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ