બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Video આ વીડિયો જોઇને તમારુ હૈયુ ફાટી પડશે, નાના બાળકે પુરમાં મૃત માતાનો દેહ ખેંચ્યો પણ...

હૈયાફાટ / Video આ વીડિયો જોઇને તમારુ હૈયુ ફાટી પડશે, નાના બાળકે પુરમાં મૃત માતાનો દેહ ખેંચ્યો પણ...

Krutarth Joshi

Last Updated: 05:00 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video : એક બાળક જેને ખબર નથી કે તેની માતા તેને છોડીને ચાલી ગઈ છે, તે પાણીમાં ઉભો છે અને નિર્દોષ અવાજમાં મૃતદેહને બોલાવી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમારું હૃદય ફાટી જશે. પોતાની મમતાળી માને ગુમાવી બેઠેલા આ બાળકને કદાચ ખબર પણ નથી કે હવે તે આ દુનિયામાં નોધારો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો જોઇને કો પથ્થર દિલનો વ્યક્તિ પણ રડી પડશે. આ વીડિયો પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારનો છે, જ્યાં પાણીએ તબાહી મચાવી છે. પરંતુ આ વિનાશ વચ્ચે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યે લાખો હૃદયોને હચમચાવી દીધા છે. એક માસૂમ બાળક જેને ખબર નથી કે તેની માતા તેને છોડીને ચાલી ગઈ છે, તે પાણીમાં ઉભો છે અને નિર્દોષ અવાજમાં મૃતદેહને બોલાવી રહ્યો છે. વીડિયો જોયા પછી તમારું હૃદય ફાટી જશે. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દ્રશ્ય પાકિસ્તાનના પંજાબનું છે. દ્રશ્ય જ્યાંનું પણ હોય પરંતુ પથ્થર પણ રડી પડે તેવું હૃદય દ્રાવક છે. જ્યાં એક અબુધ બાળક પોતાના માતાના મૃતદેહને બોલાવી રહ્યો છે. તેને ઉભી કરવા માટે મથી રહ્યો છે. કદાચ કોઇ પણ માણસ કુદરત હોય તો તે વિધિના લેખ માથે મેખ મારીને તેની માતાને બેઠી કરી દે પછી ભલે ગમે તે સજા થાય.

માતાનો મૃતદેહ પાણીમાં તરતો રહ્યો, નિર્દોષ બોલાવતો રહ્યો

વીડિયોમાં, એક માસૂમ બાળક પાણીની વચ્ચે ઉભો છે. તે માંડ પાંચ વર્ષનો હશે. તેની માતાનો મૃતદેહ તેની નજીક પાણીમાં તરતો રહ્યો છે. બાળક વારંવાર તેને જગાડવાનો પ્રયાસ કરે છે. ક્યારેક તે તેનો હાથ ખેંચે છે, ક્યારેક તે તેને બોલાવે છે. પણ તેને ખ્યાલ નથી કે તેની માતા ફરી ક્યારેય જાગશે નહીં, ક્યારેય તેની હાકલનો જવાબ આપશે નહીં. આ દ્રશ્ય એટલું પીડાદાયક છે કે દર્શકો હચમચી ગયા છે. જ્યાં માતાના મૃત્યુ પર શોક હોવો જોઈએ, ત્યાં માસૂમને હજુ સુધી સમજાયું પણ નથી કે તેની દુનિયા તેને છોડીને જતી રહી છે. તે વિચારી રહ્યો છે કે તેની માતા થાકી ગઈ હશે, કદાચ તે સૂઈ રહી હશે અને ફક્ત એક બુમથી કે ઢંઢોળવાતી જાગી જશે.

આ પણ વાંચો : દિલ્હી ફરી પૂરનાં સંકટમાં ફસાઈ, ઘરો પાણીમાં ગરકાવ અને યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ

વીડિયો પર અત્યંત ભાવુક કરતી કોમેન્ટ્સ

આ વીડિયો @Tuwit_Tiger નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું... આ દ્રશ્ય જોઈને આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે. બીજા યુઝરે લખ્યું... આ દ્રશ્ય જોઈને મારું હૃદય હચમચી ગયું છે. જ્યારે બીજા યુઝરે લખ્યું... મારું મન ગભરાઈ રહ્યું છે, મને મારી માતાની યાદ આવી રહી છે. આ વીડિયો પર હજારો કોમેન્ટ આવી છે જેમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

innocent-child-tries-to-wake-up-his-mother Punjab Flood Viral Video Viral Video
Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ