બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:17 AM, 27 April 2026
શેરબજારમાં હાલના દિવસોમાં માઈક્રોકેપ અને પેની સ્ટોક્સમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. છેલ્લા મહિનામાં લગભગ 10 પેની સ્ટોક્સે 40% થી 125% સુધીનું શાનદાર વળતર આપ્યું છે જેમાંથી બે મલ્ટિબેગર બન્યા છે. આ બધા સ્ટોક્સના ભાવ નીચા (20 રૂપિયાથી નીચે), નાના માર્કેટ કેપ (1000 કરોડ રૂપિયાથી ઓછા), અને સારા ટ્રેડિંગ વોલ્યુમ હતા. જેના લીધે ઉપર તરફ વલણ જોવા મળ્યું. ચાલો આના વિષે વિગતવાર જાણીએ.
ADVERTISEMENT
આ લીસ્ટમાં સૌથી વધુ ચર્ચિત સ્ટોક શ્યામ ટેલિકોમ હતો જેને એક જ મહિનામાં લગભગ 127% વળતર સાથે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ સિવાય વર્થ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ કંપનીએ પણ 100% થી વધુ ઉછાળો આપીને મલ્ટિબેગર વળતર આપ્યું હતું. આ શેરોએ સાબિત કર્યું છે કે જો સમય યોગ્ય હોય તો નાના સ્ટોક્સ પણ મોટો નફો કમાઈ શકે છે.

ADVERTISEMENT
તો સાધના નાઇટ્રો કેમ 87% વધ્યો હતો જ્યારે ડિશ ટીવી ઇન્ડિયા લગભગ 86% વધ્યો હતો. આ દરમિયાન, ફિલેટેક્સ ફેશન્સ 76% અને વારીમન ગ્લોબલ એન્ટરપ્રાઇઝે 68% વળતર આપ્યું છે.એમ્પાવર ઇન્ડિયા, કેપ્ટન પાઇપ્સ અને યુનિસન મેટલ્સ જેવા શેરોમાં પણ 50% થી 60% નો વધારો જોવા મળ્યો છે. જેનાથી રોકાણકારોને સારું વળતર મળ્યું.
પરંતુ પેની સ્ટોક્સમાં રોકાણ કરવું જેટલું આકર્ષક છે તેટલું જ જોખમી પણ છે. આ શેરોમાં ઓછી લીક્વીડીટી, ઝડપી ભાવ વધઘટ અને ઘણીવાર લીમીટેડ માહિતી હોય છે. આથી માત્ર ગતિના આધારે રોકાણ કરવું એ સારી વ્યૂહરચના નથી મનાતી.
ADVERTISEMENT
એક્સપર્ટનું માનવું છે કે આવા શેરોમાં રોકાણ કરતા પહેલા સંપૂર્ણ રીસર્ચ કરવું, મજબૂત વ્યૂહરચના હોવી અને જોખમોને સમજવું ખૂબ જ જરૂરી છે. જેમાં યોગ્ય પસંદગી અને ધીરજ સાથે તમે અહીંયા મોટો પ્રોફિટ કમાઈ શકો છો પરંતુ એક નાની ભૂલ પણ મોટું નુકસાન કરી શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.