બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:05 PM, 25 April 2026
ડિજિટલ બેંકિંગ ક્ષેત્ર અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. લગભગ બે વર્ષ પહેલા બંધ થયેલી પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ગ્રાહકોના લગભગ 800 કરોડ રૂપિયાના નાણાં અટવાયેલા છે. આ માહિતી દર્શાવે છે કે બેંકિંગ સિસ્ટમ બંધ થવા છતાં મોરી રકમ હજુ પણ ગ્રાહકો સુધી સંપૂ રીતે પહોંચી નથી. ચાલો તેના વિષે વિગતવાર જાણીએ.
ADVERTISEMENT
મીડિયા રીપોર્ટ મુજબ આ 800 કરોડ રૂપિયામાંથી લગભગ અડધા પૈસા એવા એકાઉન્ટમાં ફસાયેલા છે જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન લગભગ 400 કરોડ રૂપિયા હજુ પણ દાવો વગરના છે. જેમાં ગ્રાહકોને ભંડોળ ઉપાડવા કે ટ્રાન્સફર કરવાની અનેક મોકા આપવામાં આવ્યા હોવા છતાં છેલ્લા એક વર્ષમાં આ ડીપોઝીટમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
ADVERTISEMENT

જ્યારે ભારતીય રિઝર્વ બેંકે આ બેંક સામે કાર્યવાહી શરૂ કરી ત્યારે તેની કુલ ડીપોઝીટ 5500 કરોડ રૂપિયાથી વધુ હતી. બેંક પાસે લગભગ 350 મિલિયન ખાતા હતા પરંતુ તેમાંથી માત્ર 100-105 મિલિયન એક્ટીવ હતા. બાકીના ખાતાઓ કાં તો નિષ્ક્રિય, સ્થિર કે શંકાસ્પદ (મ્યુલ એકાઉન્ટ્સ) માનવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
હવે RBI એ આ પ્રોસેસ દરમ્યાન ગ્રાહકોને રાહત આપવા માટે અનેક પગલાં લીધાં છે. બેંક અને કંપનીને ગ્રાહકોને નિયમિત ચેતવણીઓ અને રીમાઇન્ડર્સ મોકલવાની સૂચના આપવામાં આવી હતી જેથી તેઓ તેમના ફંડ ઉપાડી શકે. જેમાં સમયમર્યાદા પણ લંબાવવામાં આવી હતી જેથી લોકો તેમના ફંડ આરામથી ટ્રાન્સફર કરી શકે. પણ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો હતો. શરૂઆતમાં તેને માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, પરંતુ કાનૂની અને પ્રક્રિયાગત કારણોસર મોડું થયું હતું.
એવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે છે આટલી બધા મોકા હોવા છતાં 800 કરોડ રૂપિયા હજુ પણ કેમ અટવાયેલા છે? આ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમાં ઘણા ખાતા લાંબા સમયથી ઇનએક્ટીવ છે. અમુક ખાતા માલિકોની ઓળખ કે KYC અપડેટ કરવામાં આવતી નથી. અમુક ફંડ એવા ખાતાઓમાં રાખવામાં આવ્યા છે જે સુરક્ષા કારણોસર સ્થિર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલો One 97 Communications (Paytm ની પેરેન્ટ કંપની) ને પણ અસર કરી શકે જેમાં ભૂતકાળની અનિયમિતતાને કારણે કંપનીને ભવિષ્યમાં નવા લાઇસન્સ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અત્યારે કંપનીએ RBI પાસેથી નવા વોલેટ કે પેમેન્ટ લાઇસન્સ માટે અરજી કરી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ કેસ ડિજિટલ બેંકિંગમાં નિયમોનું પાલન કરવાનું મહત્વ દર્શાવે છે. જેમાં એ પણ સ્પષ્ટ છે કે માત્ર સિસ્ટમ બંધ કરવી પૂરતું નથી પરંતુ ગ્રાહકોના ફંડનું સુરક્ષિત અને સમયસર વળતર એ ટોપની પ્રાથમિકતા છે. જેમાં Paytm પેમેન્ટ્સ બેંક કેસ એક મહત્વપૂર્ણ સેટબેક છે કે, ટેકનોલોજી અને ફાઇનાન્સ વચ્ચે મેળ ખાતો નથી જેનાથી લાંબા ગાળાના ગ્રાહકોને નુકસાન થઈ શકે છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.