બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 5 વર્ષમાં આ શેરે આપ્યું 900 ટકા રિટર્ન, સોમવારે ફોકસમાં રહેશે સ્ટોક

બિઝનેસ / 5 વર્ષમાં આ શેરે આપ્યું 900 ટકા રિટર્ન, સોમવારે ફોકસમાં રહેશે સ્ટોક

Nirav Kumar

Last Updated: 02:11 AM, 20 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 5 વર્ષમાં રાઠી સ્ટીલ અને પાવરના શેર 900 ટકાથી વધુ વધ્યા છે. એવામાં આ કંપનીને લઇ એવી ખબર આવી છે કે, રોકાણકારોની નજર સોમવારે તેના શેર પર રહેશે.

રોકાણકારોને મલ્ટીપલ રીટર્ન આપનાર શેર રાઠી સ્ટીલ અને પાવરના શેર સોમવારે ફોકસમાં રહેશે. જેમાં છેલ્લા 5 વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 900 ટકાથી વધુનો વધારો થયો છે. ;આ કંપનીના શેર હાલમાં BSE પર 50 રૂપિયાથી ઓછા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.

  • શું છે સમાચાર?

17 એપ્રિલના રોજ રાઠી સ્ટીલ અને પાવરે જાહેરાત કરી કે તેની રાઠી પાવરટેક બ્રાન્ડને ગ્રીનપ્રો ઇકોલેબલ સર્ટિફિકેટ મળ્યું છે. આ સર્ટિફિકેટ કંપનીના ગાઝિયાબાદ યુનિટને આપવામાં આવ્યું હતું. આ સમાચાર આવ્યા બાદ હવે રોકાણકારો સોમવારે સ્ટોક પર નજર રાખશે.

VTV DIGITAL

જેમાં કંપનીના પ્રમોટરે જણાવ્યું હતું કે, આ સર્ટિફિકેટ મળવાથી પર્યાવરણ અને ગ્રીન સ્ટીલના ભવિષ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે અમારા સેન્ટર પર સતત રોકાણ કરી રહ્યા છીએ. આ અમારી આખી ટીમ માટે ગર્વની વાત છે.

  • છેલ્લા એક વર્ષમાં શેરનું પ્રદર્શન

શુક્રવારે બજાર બંધ થતાં BSE પર રાઠી સ્ટીલ અને પાવરના શેર 21.52 રૂપિયા પર બંધ થયા હતા જે 2.09 ટકાનો વધારો દર્શાવે છે. શેરે ગયા મહિનામાં 24 ટકા રીટર્ન આપ્યું છે. તેમ છતાં રાઠી સ્ટીલ અને પાવરના શેરનો ભાવ એક વર્ષમાં 32 ટકા ઘટ્યો છે. કંપનીનો 52 અઠવાડિયાનો હાઈ રેટ 33.55 રૂપિયા છે અને 52 અઠવાડિયાનો લો રેટ 13.50 રૂપિયા છે. જેમાં આ કંપનીનું માર્કેટ કેપ 185.85 કરોડ રૂપિયા છે. તો 2 વર્ષમાં શેરમાં 64 ટકાનો ઘટાડો થયો છે.

છેલ્લા અમુક વર્ષોમાં ઘટાડા છતાં કંપનીના શેરના ભાવમાં છેલ્લા 5 વર્ષમાં 924 ટકાનો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં શેરે 506 ટકા રીટર્ન આપ્યું છે, જે સેન્સેક્સ ઇન્ડેક્સના 206 ટકા વળતર કરતાં વધારે છે.

વધુ વાંચો : યસ બેન્કને માર્ચના ક્વોર્ટરમાં થયો 1068 કરોડનો નેટ પ્રોફિટ, ફોકસમાં રહેશે શેર

  • કંપનીએ લાંબા સમયથી નથી ચૂકવ્યું ડિવિડન્ડ

રાઠી સ્ટીલ અને પાવરે છેલ્લે 2011 માં રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું હતું. તે સમયે કંપનીએ પ્રતિ શેર 0.30 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. વર્ષ 2010 માં કંપનીએ પ્રતિ શેર 0.30 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. તો સપ્ટેમ્બર 2025 સુધીમાં પ્રમોટર્સ કંપનીમાં 41.30 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે પબ્લિક હોલ્ડનો 58.70 ટકા હિસ્સો છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Share Price Rathi Steel and Power GreenPro Ecolabel
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ