ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / this girl is now the green ambassador of Manipur after crying for two trees

VIRAL / ઝાડ કાપવા પર રડી બાળકી, મણિપુરના CMએ બનાવી Green Ambassador

Published By: Juhi

Last Updated: 06:29 PM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણિપુરની એક બાળકીને રાજ્યની Green Ambassador બનાવવામાં આવી છે. જાણો છો કેમ?

ADVERTISEMENT

કેમકે આ બાળકીએ 4 વર્ષ પહેલા 2 છોડ વાવ્યા હતા, જ્યારે તે ઝાડ બની ગયુ ત્યારે તેણે કાપી દેવામાં આવ્યા, જે પછી બાળકી ખૂબ જ રડી અને એટલુ રડી કે વીડિયો બનાવનાર પણ રડવા લાગ્યો. 

 

આ વીડિયોને ફેસબુક પર શૅર કરવામાં આવ્યા, જેમાં Valentaina Elangbam નામની બાળકી રડી રહી છે, જે 5માં ધોરણમાં ભણે છે. તે રડતા-રડતા કહી રહી છે કે તેણે 2 છોડ વાવ્યા હતા. સ્વચ્છતાને કારણે તેણે કાપી દેવામાં આવ્યા. જોકે તેણે વીડિયોમાં આગળ કહ્યુ કે, ''તે આ છોડને ખૂબ જ પ્રેમ કરતી હતી.'' આ વીડિયો હજારોની સંખ્યામાં શૅર કરવામાં આવ્યો છે.

જ્યારે મુખ્યમંત્રીએ શૅર કર્યો વીડિયો:

મણિપુરના સીએમ એન બીરેન સિંહે આ વીડિયો જોયો, તેઓ પણ ભાવુક થઇ ગયા. તેણે ટ્વીટ કરતા કહ્યુ કે, જ્યારે તે ધોરણ 1માં હતી ત્યારે તેણે 2 છોડ વાવ્યા હતા.આજે તેણે કાપી દેવામાં આવ્યા, જેથી તે રડી રહી છે. પ્રશાસન ત્યાં પહોંચ્યુ અને તે બાળકીને આશ્વાસન આપ્યુ. થોડા વધારે છોડ વાવ્યા. હવે તે રાજ્ય સરકારના ગ્રીન એમ્બેસડર છે. ''બાળકીને ફૉલો કરો અને પ્રકૃતિને બચાવો.''

 

બાળકીના માતા-પિતા પણ CMના આ નિર્ણયથી ખુશ છે. માંએ કહ્યુ કે, ''મારી દિકરીએ જે કર્યુ અને તેણે સન્માન મળ્યુ, આ માટે અમે સરકારના આભારી છીએ. મને મારી બાળકી પર ગર્વ છે. મેં ક્યારેય નહતુ વિચાર્યુ કે મારી દિકરીમાં આટલો જોશ હશે. અમારા પરિવારને નક્કી કર્યુ છે કે અમે તેનો સાથ હંમેશા આપીશું.'' બાળકીને શાળામાં પણ સન્માનિત કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Green Girl Video viral national Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ