ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ કાર થઇ સસ્તી, કંપની આપી રહી મોટું ડિસ્કાઉન્ટ, જાણો કિંમત

ઓટો / આ કાર થઇ સસ્તી, કંપની આપી રહી મોટું ડિસ્કાઉન્ટ, જાણો કિંમત

Published By: Nirav Kumar

Last Updated: 08:32 PM, 8 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોયોટાની Glanza કાર પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આથી આ કાર લોન્ચ કિંમત કરતા સસ્તી થઇ છે. જેમાં 39,000 સુધીના બેનીફીટ મળી રહ્યા છે.

ADVERTISEMENT

ટોયોટાએ એપ્રિલમાં તેની કાર માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ મહિને કંપની તેની એન્ટ્રી-લેવલ કાર, Glanza પર 39,000 સુધીના બેનીફીટ આપી રહી છે. કારના પેટ્રોલ વેરિઅન્ટ પર 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં CNG અને AMT ટ્રીમ્સનો સમાવેશ થતો નથી. આ સિવાય 15,000 રૂપિયાનો એક્સચેન્જ બેનીફીટ અને 4000 રૂપિયાનો કોર્પોરેટ/ગ્રામીણ બેનીફીટ ઉપલબ્ધ થશે.

આ કારના વ્હાઈટ અને સિલ્વર કલર ઓપ્શન પસંદ કરનારા ગ્રાહકોને 10,000 રૂપિયાની કિંમતની LE એક્સેસરી કીટ પણ મળશે. પણ સૌથી મોટો ફાયદો 30,000 રૂપિયાની લોયલ્ટી કે એક્સચેન્જ બોનસ છે. તેની શરૂઆતની કિંમત એક્સ-શોરૂમ, 6,39,300 રૂપિયા છે. ભારતમાં તે મારુતિ બલેનો, ટાટા અલ્ટ્રોઝ અને હ્યુન્ડાઇ i20 સાથે સીધી સ્પર્ધા કરે છે.

vtv app promotion
  • Toyota Glanza ના ફીચર્સ અને સ્પેસીફીકેશન
    એન્જિન અને પાવરટ્રેનની દ્રષ્ટિએ Glanza 1.2-લિટર NA પેટ્રોલ એન્જિન સાથે ફેક્ટરી-ફિટેડ CNG કીટ ઓપ્શન સાથે ઓફર કરવામાં આવે છે. 5-સ્પીડ મેન્યુઅલ અને AMT યુનિટ સાથે જોડી બનાવીને તે 89 bhp અને 113 Nm પીક ટોર્ક પેદા કરે છે. CNG મોડમાં એન્જિન માત્ર મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડીને 76 bhp અને 98.5 Nm ટોર્ક પેદાકરે છે.

ટોયોટા Glanza 1.2-લિટર પેટ્રોલ મેન્યુઅલ/AMT વેરિઅન્ટ 22.3 kmpl ની એવરેજ આપે છે. 1.2-લિટર પેટ્રોલ + CNG મેન્યુઅલ વેરિઅન્ટ 30.61 km/kg ની એવરેજ આપે છે. આ ARAI-પ્રમાણિત એવરેજ આંકડો છે. ગ્લાન્ઝામાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ટ્વીન LED ડેટાઇમ રનિંગ લેમ્પ્સ, પહોળા ટ્રેપેઝોઇડલ લોઅર ગ્રિલ, સ્લીક અને ડાયનેમિક R17 એલોય વ્હીલ્સ અને LED ટેલ લેમ્પ્સ છે. ટોયોટાના સિગ્નેચર ફ્રન્ટ ફેસિયા અને એડવાન્સ ટેક ફીચર્સ ઉમેરવામાં આવી છે.

વધુ વાંચો : Suzuki Burgmanનો નવો અવતાર! જાણો કિંમત અને ફીચર્સ; જુઓ સ્ટાઈલિશ ડિઝાઈન

Glanzaના એક્સ્ટીરીયરની વાત કરીએ તો તેમાં LED DRLs, LED ફોગ લેમ્પ્સ અને 16-ઇંચ એલોય વ્હીલ્સ સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આવે છે. કારની અંદર, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે 9-ઇંચની સ્માર્ટ પ્લેકાસ્ટ ટચસ્ક્રીન આવે છે. તેમાં હેડ-અપ ડિસ્પ્લે અને વોઇસ આસિસ્ટન્ટ પણ છે. તેમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, રીઅર એસી વેન્ટ્સ, ક્રુઝ કંટ્રોલ, કીલેસ એન્ટ્રી અને એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન પણ છે. સેફટી ફીચર્સમાં 6 એરબેગ્સ, 360-ડિગ્રી વ્યૂ કેમેરા, EBD સાથે ABS, વાહન સ્તેબીલિટી કંટ્રોલ હિલ હોલ્ડ આસિસ્ટ અને રીઅર પાર્કિંગ સેન્સરનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Toyota Glanza Discount Launch Price

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ