બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Suzuki Burgmanનો નવો અવતાર! જાણો કિંમત અને ફીચર્સ; જુઓ સ્ટાઈલિશ ડિઝાઈન

ઓટો / Suzuki Burgmanનો નવો અવતાર! જાણો કિંમત અને ફીચર્સ; જુઓ સ્ટાઈલિશ ડિઝાઈન

Jinal Chauhan

Last Updated: 02:36 PM, 3 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બજારમાં સુઝુકીએ પોતાના મેક્સી સ્કૂટર Burgman ને અપડેટ કરીને તેનો નવો વર્ઝન લોન્ચ કર્યું છે. આ સ્કૂટર હવે ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ તેના મોટા મોડલ્સના ડિઝાઇન સ્ટાઇલને અનુસરે છે. આ સ્કૂટરમાં માત્ર ડિઝાઇન જ નહીં પરંતુ નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ સ્કૂટરની કિંમત અને તેની ખાસિયતો વિશે.

સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે પોતાનો નવો સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ ભારતીય બજારમાં નવું બર્ગમેન રજૂ કર્યું છે જે દમદાર ફીચર્સ સાથે આવે છે. બ્રાન્ડે તેના ડિઝાઇન અને ફીચર્સમાં ઘણા ફેરફારો કર્યા છે. જોકે નવા સ્કૂટર સાથે કંપની Burgman Street EX નું સેલિંગ પણ ચાલુ રાખશે. Burgman Street EX પહેલેથી જ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે અને તેમાં કંપનીએ કોઈ ફેરફાર કર્યો નથી. તે પહેલાની જ કિંમતે ઉપલબ્ધ રહેશે. નવા બર્ગમેનમાં ડ્યુઅલ પોડ LED હેડલાઇટ્સ આપવામાં આવી છે.

કિંમત કેટલી છે?

નવા Suzuki Burgmanની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત લગભગ ₹1.02 લાખ રાખવામાં આવી છે. તેનો હાયર વેરિઅન્ટ ₹1.13 લાખની એક્સ-શોરૂમ કિંમતમાં મળશે. આ સ્કૂટર ઘણા કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમ કે પર્લ ગ્રેસ વ્હાઇટ, મેટ સ્ટેલર બ્લુ, રોયલ બ્રોન્ઝ, મેટ બ્લેક અને પર્લ મેટ શેડો ગ્રીન.

Suzuki Burgman (1)

હાયર વેરિઅન્ટમાં બે રંગ (ડ્યુઅલ ટોન)નું પેઇન્ટ મળશે. તેમાં મેટ લુક કોપર જેવા અલગ-અલગ કલર ઓપ્શન પણ મળશે. કંપનીએ નવા બર્ગમેનનો ડિઝાઇન વિદેશમાં વેચાતા તેના મોટા મોડલ્સથી પ્રેરણા લઈને બનાવ્યો છે એટલે હવે તે વધુ સ્ટાઇલિશ લાગે છે.

શું નવું છે?

નવા સ્કૂટરમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ડિઝાઇન સાથે સાથે ફીચર્સ પણ અપડેટ કરવામાં આવ્યા છે. હવે આ સ્કૂટરમાં સુઝુકી ઈઝી સ્ટાર્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આગળના ભાગમાં બે સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. સીટ નીચે 24.6 લીટરનું સ્ટોરેજ મળે છે. આ સિવાય સ્કૂટરમાં 4.2 ઇંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આપવામાં આવ્યું છે જે તેને વધુ મોડર્ન બનાવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગયા વર્ષે લોન્ચ થયેલી આ 7 સીટરે બદલી કંપનીની કિસ્મત, સેલિંગમાં જોરદાર વધારો

સ્કૂટરમાં નેવિગેશનની સુવિધા પણ આપવામાં આવી છે. જે કીલેસ સિસ્ટમ સાથે આવે છે. તેમાં સાયલેન્ટ સ્ટાર્ટ અને સંપૂર્ણ LED લાઇટ્સ આપવામાં આવી છે. નવા બર્ગમેનમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને સ્વિંગ આર્મ પ્રકારનું રિયર સસ્પેન્શન મળે છે. બ્રેકિંગ માટે તેમાં ડિસ્ક અને ડ્રમ બંને ઓપ્શન આપવામાં આવ્યા છે. સ્કૂટરમાં 12 ઇંચના એલોય વ્હીલ્સ અને 5.5 લીટરનો ફ્યુઅલ ટાંકી મળે છે. નવા બર્ગમેન સ્ટ્રીટમાં સુઝુકી ઈકો પરફોર્મન્સ એન્જિન પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. તેમાં 124 સીસીનું 4-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 8 HP પાવર અને 10.2 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપની મુજબ આ સ્કૂટરને લો થી મિડ રેન્જ પરફોર્મન્સ માટે ખાસ ટ્યુન કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suzuki Burgman scooter features maxi scooter India
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ