ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ગયા વર્ષે લોન્ચ થયેલી આ 7 સીટરે બદલી કંપનીની કિસ્મત, સેલિંગમાં જોરદાર વધારો

ઓટો / ગયા વર્ષે લોન્ચ થયેલી આ 7 સીટરે બદલી કંપનીની કિસ્મત, સેલિંગમાં જોરદાર વધારો

Published By: Nirav Kumar

Last Updated: 01:02 AM, 3 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિસાન મોટર ઇન્ડિયાના વાહનોના વેચાણ માટે માર્ચ 2026 જોરદાર રહ્યો. જેમાં નિસાને કુલ 10,388 યુનિટ વેચ્યા હતા. આ ડોમેસ્ટિક માંગમાં વધારાના લીધે પોસીબલ બન્યું છે.

ADVERTISEMENT

માર્ચ 2026 નિસાન મોટર ઇન્ડિયાના વેચાણના મજબૂત આંકડા સાથે સમાપ્ત થયો હતો. આ કંપનીએ ગયા મહિને કુલ 10,388 યુનિટ વેચ્યા હતા. જે 98% માસિક વૃદ્ધિ દર્શાવે છે. વેચાણમાં મજબૂત વૃદ્ધિ સ્થાનિક માંગમાં મજબૂત વધારાને કારણે થઈ હતી. જ્યારે એક્સપોર્ટ વોલ્યુમ સ્થિર રહ્યું હતું. કંપનીએ લોકલ બજારમાં કુલ 4408 યુનિટ વેચ્યા હતા, જે છેલ્લા 5 વર્ષમાં તેનું બેસ્ટ માસિક વેચાણ છે. આ કંપનીએ તેના પોર્ટફોલિયોમાં 7-સીટર ગ્રેવાઇટ MPV પણ ઉમેર્યું છે.

નિસાનના કુલ વેચાણમાં એક્સપોર્ટે મહત્વની ભૂમિકા ભજવે છે. માર્ચમાં નિકાસે 5980 યુનિટનું યોગદાન આપ્યું હતું. બ્રાન્ડનો મજબૂત એક્સપોર્ટ આધાર ભારતમાં તેના સંચાલનનો મુખ્ય આધાર રહ્યો છે, તેના વાહનો 65 થી વધુ ઇન્ટરનેશનલ બજારોમાં એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. ઘરેલુ વેચાણમાં આ વધારા માટે એકદમ નવી ગ્રેવાઇટ પણ એક મુખ્ય કારણ છે. કંપનીએ માર્ચમાં ડિલિવરી શરૂ કરી હતી. તે ભારતીય બજારમાં સૌથી સસ્તી 7-સીટર MPV પણ છે. એ પણ માત્ર 5.65 લાખ કિંમતે આવી હતી.

vtv app promotion

આ મોડેલને તેના પ્રારંભિક લોન્ચમાં ગ્રાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. જેના કારણે શોરૂમમાં લોકોની સંખ્યા અને વેચાણ બંનેમાં વધારો થયો છે. આ સિવાય મેગ્નાઇટ કંપની માટે મુખ્ય સેલ્સ ડ્રાઈવર તરીકે ચાલુ રહે છે. મેગ્નાઇટ ભારતીય બજારમાં કંપનીના વ્યવસાયનું એક મહત્વનું ડ્રાઈવર છે. તે એક સસ્તું કોમ્પેક્ટ SUV છે જે ટાટા નેક્સન, હ્યુન્ડાઇ વેન્યુ અને મારુતિ બ્રેઝા જેવા હાઈ વેચાણ ધરાવતા મોડેલો સાથે સ્પર્ધા કરે છે.

વધુ વાંચો :માર્ચ 2026માં મહિન્દ્રાનો ગજબનો ગ્રોથ, ટોટલ સેલ 1 લાખની નજીક

  • Nissan Tecton પણ લોન્ચ કરાશે
    નિસાનનું અલગ ઉત્પાદન Tecton છે. આ નવી SUV રેનો ડસ્ટર જેવા જ પ્લેટફોર્મ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બનાવવામાં આવી રહી છે. તે 5-સીટર SUV છે અને તેનું ઉત્પાદન નિસાનની ચેન્નઈની ફેક્ટરીમાં કરવામાં આવશે. આ નવી C-સેગમેન્ટ SUV 2025 રેનો ડસ્ટરના CMF-B પ્લેટફોર્મ પર બેસ્ડ હશે. ભારતમાં બ્રાન્ડની લોકપ્રિયતાને બ્રાંડ કરવા માટે કંપનીની નવી વ્યૂહરચનાના ભાગ રૂપે ટેક્ટોન લોન્ચ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nissan Tecton Nissan Motor Nissan Gravit

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ