ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / માર્ચ 2026માં મહિન્દ્રાનો ગજબનો ગ્રોથ, ટોટલ સેલ 1 લાખની નજીક

ટેક / માર્ચ 2026માં મહિન્દ્રાનો ગજબનો ગ્રોથ, ટોટલ સેલ 1 લાખની નજીક

Published By: Nirav Kumar

Last Updated: 09:34 PM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચ 2026 મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વાહનો મોટા પ્રમાણમાં વેચાયા છે. જેમાં કોમર્શીયલ વાહનો અને એક્સપોર્ટ સહિત 99,969 યુનિટ વેચાયા હતા. જે 21% વૃદ્ધિ દર્શાવે છે.

ADVERTISEMENT

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ માર્ચ 2026 માં મજબૂત વેચાણ નોંધાવ્યું છે. જેમાં ડોમેસ્ટિક SUV વેચાણ માર્ચ 2025 માં 48,048 થી વધીને 60,272 યુનિટ પર પહોંચી ગયું છે. આ ગયા વર્ષના સ્થાનિક વેચાણ કરતા 25% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. જેમાં એક્સપોર્ટ સાથે કંપનીએ ગયા વર્ષના સમાન સમયગાળામાં કુલ 62,109 યુનિટ વેચ્યા હતા. મહિન્દ્રાના કુલ વેચાણ (કોમર્શીયલ વ્હીકલ અને એક્સપોર્ટ સહિત) માર્ચ 2026 માં વાર્ષિક 21% વૃદ્ધિ જોવા મળી હતી જે કુલ 99,969 યુનિટ પર પહોંચી ગયું હતું.

  • લાઈટ કોમર્શીયલ વાહનોનું પણ મજબૂત વેચાણ

નાણાકીય વર્ષ 2026 મહિન્દ્રા માટે મજબૂત બંધ વર્ષ હતું. કંપનીએ 660,276 યુનિટનું તેનું અત્યાર સુધીનું સૌથી વધુ SUV વેચાણ રેકોર્ડ કર્યું, જે નાણાકીય વર્ષ 25 માં 551,487 યુનિટથી 20 ટકા વધુ છે. 3.5 ટન સુધીના હળવા કોમર્શીયલ વ્હીકલ (LCV 3.5T) એ પણ સારું પ્રદર્શન કર્યું હતું. માર્ચમાં સ્થાનિક વેચાણ 13 ટકા વધીને 24,928 યુનિટ થયું હતું અને નાણાકીય વર્ષ ૨૬માં કુલ વેચાણ ગયા વર્ષની સરખામણીમાં 13 ટકા વધીને 289,597 યુનિટ થયું હતું. માર્ચમાં કંપનીની નિકાસ થોડી ઘટીને 3968 યુનિટ થઈ હતી પરંતુ ગયા વર્ષની સરખામણીમાં 18  ટકા વધીને 40,990 યુનિટ થયુ હતું.

vtv app promotion
  • થ્રી-વ્હીલર વાહનોનું વેચાણ 39 ટકા વધ્યું હતું.

આ કામગીરી મહિન્દ્રાની તેના SUV પોર્ટફોલિયોને મજબૂત બનાવવાની સ્ટ્રેટેજી સાથે સુસંગત છે, કેમ કે, ખરીદદારો હવે મોટા અને વધુ ફીચર-સમૃદ્ધ મોડેલો પસંદ કરી રહ્યા છે. ભારતના યુટિલિટી વાહન બજારમાં વ્હીકલ મોટરમાં અગ્રણી કંપનીએ પેસેન્જર સેગમેન્ટમાં એક પણ કાર કે વાન વેચી નથી, સંપૂર્ણપણે SUV પર ફોકસ કર્યું છે. જેમાં કોમર્શીયલ વાહનનું વેચાણ સ્થિર રહ્યું છે.. માર્ચમાં લાઈટ કોમર્શીયલ વાહન (2T)નું વેચાણ 3526 યુનિટ રહ્યું હતું. આ દરમિયાન થ્રી-વ્હીલરનું વેચાણ 39 ટકા વધીને 10,801 યુનિટ થયું છે.

વધુ વાંચો : કારની બેટરી ખરાબ થતા પહેલાં આપે છે આ 5 ચેતવણી સંકેત!, અવગણના પડી શકે છે ભારે

  • સ્કોર્પિયો-એન ફેસલિફ્ટ આવી રહી છે

ઉલ્લેખનીય છે કે, સ્કોર્પિયોના ચાહકો સ્કોર્પિયો-એન ફેસલિફ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપની તેને ઓગસ્ટમાં લોન્ચ કરે તેવી અપેક્ષા છે. તેની કિંમત 13.5 લાખથી 24 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની શક્યતા છે. SUV ની ફ્રન્ટ ડિઝાઇનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે જેમાં નવી LED હેડલાઇટ, નવી ગ્રિલ અને નવું બમ્પરનો સમાવેશ થશે. આ સિવાય SUV માં પેનોરેમિક સનરૂફ, ADAS લેવલ 2, 360-ડિગ્રી કેમેરા, 10.25-ઇંચનો મોટો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો સમાવેશ થશે. એન્જિન ઓપ્શન 2.2-લિટર ડીઝલ અને 2.0-લિટર પેટ્રોલ એમ સમાન રહે છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahindra & Mahindra SUV Sales Commercial Vehicles

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ