બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી ચહેરાની શોધ, આ 3 નામ મોખરે

કોના શીરે તાજ ? / ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી ચહેરાની શોધ, આ 3 નામ મોખરે

Published By: Mahadev Dave

Last Updated: 06:17 PM, 9 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ઓબીસી સમાજની વૉટબેંકને ધ્યાને લઈને પ્રદેશ પ્રમુખ માટે પાર્ટીની પહેલી પસંદ ઓબીસી ચહેરો હોઈ શકે છે.

ગુજરાત ભાજપના નવા સુકાનીને લઈને હાલ કોંકડું ગુંચવાયેલું છે. રાજ્યના મુખ્યમંત્રી પટેલ હોવાથી પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર સમાજ સિવાયનો ચહેરો પ્રથમ પસંદગી બને તેવું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતની ઓબીસી સમાજની વૉટબેંકને ધ્યાને લઈને પ્રદેશ પ્રમુખ માટે પાર્ટીની પહેલી પસંદ ઓબીસી ચહેરો હોઈ શકે છે. સૂત્રો દ્વારા મળથી માહિતી પ્રમાણે હાલ ભાજપ હાઈ કમાન્ડ 3 ઓબીસી ચહેરા પર વિચારણા કરી રહ્યું છે. જેમાં પૂર્ણેશ મોદી, મયંક નાયક અને જગદીશ પંચાલના નામ મોખરે છે. એકથી બે સપ્તાહમાં નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ જાય તેવી વકી છે.

અત્યાર સુધી ગુજરાતમાં જાણીતા ઓબીસી ચહેરા તરીકે શંકર ચૌધરીનું નામ ટોપ પર હતું. પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક કોંગ્રેસ છીનવી જતાં તેમના નામથી પાર્ટીને થોડી નારાજગી છે. તેના વિકલ્પે ભાજપ પાસે હાલ 3 ઓબીસી નામો છ. એ જેમાંથી કોઈ એક પર મહોર લાગી શકે છે. આ 3 નામો જોઈએ તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ છે. જગદીશ પંચાલ હવે જગદીશ વિશ્વકર્મા તરીકે પણ ઓળખાય છે. તેની પાછળનું એક કારણ પોતાની ઓબીસી ચહેરા તરીકે ઓળખ ઊભી કરવાનું પણ છે. હાલ પાર્ટી આ 3 નામો પર મનોમંથન કરી રહી છે. આ ત્રણ નામો શું કામ પાર્ટીના લિસ્ટમાં મોખરે છે તે વિગતે જોઈએ.

પૂર્ણેશ મોદી

PURNESH MODI

સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. માર્ગ અને મકાન, પરિવહન, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન તથા યાત્રાધામ જેવા વિભાગોના તે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરીને ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી હતી. આ કારણોથી જ તે પાર્ટીની અને હાઇકમાન્ડની ગૂડ બૂકમાં છે. વધુમાં તે સી. આર. પાટિલના વિરોધી કેમ્પના છે. આ બાબત તેમને ફાયદાકારક પણ છે અને પાટિલના ઉત્તરાધિકારી બનવા માટે નુકશાનકારક પણ છે. વળી દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં હોવાથી ભાજપ જો ભૌગોલિક સમીકરણ સેટ કરવાને મહત્વ આપે તો પણ આ નામ સૌથી વધુ સાનુકૂળ છે. મુખ્યમંત્રી અમદાવાદના હોવાથી પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતના બનાવવાનું પાર્ટી મન બનાવે તો મોદી તેના માટે ફિટ બેસે તેમ છે.

જગદીશ પંચાલ

JAGDISH PANCHAL

જગદીશ પંચાલ હાલ નિકોલથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને ગુજરાત સરકારમાં સહકાર મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર ધરાવે છે. તે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. અમિત શાહની નજીકના માનવામાં આવે છે. વ્યવસાયે ઉદ્યોગપતિ છે. શિક્ષિત છે. અને દરેક બાબતોની સમજ ધરાવે છે. કેન્દ્રમાં સહકાર મંત્રી અમિત શાહ છે. જેની સાથે સામંજસ્ય સાધીને ચાલવું તે લોઢાના ચણા ચાવવા બરાબર છે. આમ છતાં તે ટફ ટાસ્ક પંચાલ સારી રીતે પાર પડી રહ્યા છે. છેલ્લી બે ટર્મથી સરકારમાં મંત્રી હોવાના લીધે સમગ્ર રાજ્યની રાજકીય તાસીરથી સુપેરે પરિચિત છે. ઓબીસી સમાજમાં મોટું નામ તો છે જ પરંતુ સ્વચ્છ પ્રતિભ ધરાવતા હોવાથી તેમનું નામ હાલ વિચારણામાં છે.

મયંક નાયક

MAYANK NAYAK

મયંક નાયકને ભાજપમાં પાયાના કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે. તેને હમણાં જ પાર્ટી રાજ્યસભાના સાંસદ બનાવીને મોકલ્યા છે. તેમનો એક ગુણ ગમે તેની સાથે જલ્દી સેટ થઈ જવાનો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સમગ્ર રાજ્યના નાના નાના સમાજોના પ્રતિનિધિઓને મુખ્યમંત્રી બંગલે બોલાવીને મુખ્યમંત્રી સાથે મુલાકાતો કરાવવાનું મહત્વપૂર્ણ કામ કર્યું હતું. ઓબીસી સમાજની વિવિધ જ્ઞાતિઓને આ રીતે સીધા જ મુખ્યમંત્રી અને ભાજપ સાથે જોડવાનું કામ પાર્ટીને પસંદ આવતા તેમણે ઈનામ સ્વરૂપે રાજ્યસભાનુ સાંસદપદ મળ્યું હોવાનું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ઉત્તર ગુજરાતમાંથી આવતા હોવાથી પ્રદેશનું સમીકરણ પણ સેટ થાય છે. નાયક હમણાં સુધી ભાજપના ઓબીસી (બક્ષી પંચ) મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. તેમનું સંઘના નેતાઓ સાથે પણ સંકલન ખૂબ સારું છે. જે તેમણે પ્રદેશ પ્રમુખ પદ સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચોઃ 226 સકંજામાં, 134 સામે ગુનો, ગુજરાત સરકારે પઠાણી ઉઘરાણી કરનારા સામે ખોલ્યો મોરચો, લોકોને કરી આ અપીલ

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

President BJP OBC

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ