બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / There was a long queue at the immigration counter due to server malfunction at Ahmedabad airport

બેદરકારી / RTO બાદ હવે એરપોર્ટના સર્વરમાં ખામી: મુસાફરો 1 કલાક સુધી અટવાયા, ટ્વિટ કરાતા તંત્ર કામે લાગ્યું

Vishal Khamar

Last Updated: 10:41 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTO બાદ હવે એરપોર્ટનાં સર્વરમાં પણ ખામી ઉભી થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એરપોર્ટનાં સર્વરમાં ખામી સર્જાતા ઈમિગ્રેશન કાઉન્ટર પર લોકોની લાંબી લાઈન લાગી હતી.

  • RTOના સર્વર બાદ હવે એરપોર્ટના સર્વરમાં પણ ખામી
  • એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટરમાં ખામી સર્જાતા લાંબી લાઈન લાગી
  • સમસ્યાના કારણે ફ્લાઈટના ટેકઓફમાં પણ મોડુ થતાં મુસાફરોને હાલાકી

RTOની જેમ હવે અમદાવાદ એરપોર્ટ પર પણ સર્વરમાં ખામી સામે આવી હતી. સર્વરમાં ખામી સર્જાતા એક કલાક મુસાફરો અટવાયા હતા. એરપોર્ટ પર સર્વરમાં ખામી સર્જાવાની ભાગ્યે જ ઘટના જોવા મળતી હોય છે ત્યારે સર્વરમાં ખામી સર્જાતા ઇમિગ્રેશન કાઉન્ટર પર મુસાફરોની લાઈનો લાગી હતી. જે સમયે મુસાફરોએ ટ્વીટ કરી ધ્યાન દોરતા તંત્ર કામે લાગ્યું હતું. આ સમસ્યાને કારણે ફ્લાઇટના ટેકઓફમાં પણ મોડુ થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

ઈમિગ્રેશન કાઉન્ટર પરના સર્વરમાં ખામી સર્જાઈ
ગુજરાતનાં સૌથી વ્યસ્ત રહેતા એરપોર્ટ એવા અમદાવાદનાં સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ એરપોર્ટને વધુને વધુ આધુનિક બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ મુસાફરોનો તકલીફ ન પડે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલ પર ઈમિગ્રેશન કાઉન્ટરમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતું તા. 8 અને 9 ફેબ્રુઆરીનાં રોજ રાત્રિ દરમ્યાન ઈમિગ્રેશન કાઉન્ટર પરના સર્વરમાં ખામી સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

વધુ વાંચોઃ સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડવાની તૈયાર, થઇ શકે છે 35 ટકા જેટલું નુકસાન, જાણો કારણ

ઈમિગ્રેશન મોડુ થતા મુસાફરોમાં રોષ
એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર પર સર્વરમાં ખામી સર્જાતા મુસાફરોએ એક કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી. ઈમિગ્રેશન કાઉન્ટરનું સર્વર ઠપ્પ થતા મુસાફરોનું ઈમિગ્રેશન મોડું થયું હતું.  ઈમિગ્રેશન મોડું થતા ફ્લાઈટ પણ મોડી ટેકઓફ થવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ