ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Technology / 6 કલાકનું ટ્રાવેલિંગ હવે માત્ર 40 મિનિટમાં જ! અહીં બની રહી છે વિશ્વની સૌથી લાંબી ટનલ

ટેક્નોલોજી / 6 કલાકનું ટ્રાવેલિંગ હવે માત્ર 40 મિનિટમાં જ! અહીં બની રહી છે વિશ્વની સૌથી લાંબી ટનલ

Published By: Nirav Kumar

Last Updated: 08:42 PM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાઈનાવાળા હવે દુનિયાની સૌથી લાંબી ટનલ બનાવવા જઈ રહ્યા છે. આ ટનલ 122.31 કિલોમીટર લાંબી હશે. જેનો અંદાજિત ખર્ચ 20 અબજ પાઉન્ડથી વધુ છે.

ADVERTISEMENT

અત્યાર સુધી દુનિયાની સૌથી લાંબી ટનલ  સ્વિટ્ઝર્લૅન્ડની ગોથહાર્ડ બેઝ છે. પરંતુ હવે તેનો રેકોર્ડ તોડવા ચાઈના તૈયાર છે. સ્વિટ્ઝર્લૅન્ડની ટનલ 57 કિલોમીટર લાંબી છે. હવે ચાઈનાવાળા 122.31 કિલોમીટર લાંબી ટનલ બનાવી રહ્યા છે. જેનું કામ પણ શરૂ થઈ ગયું છે. ચાઈનાની આ બોહાઈ સ્ટ્રેટ ટનલમાં હાઇ-સ્પીડ ટ્રેનો માટે બે સમાંતર ટનલ હશે. આ ટનલમાંથી પસાર થતી ટ્રેનો 150 માઇલ પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડશે. જેનો અંદાજિત ખર્ચ 20 અબજ પાઉન્ડથી વધુ છે.

આ ટનલથી ચાઈનાના શહેરો દાલીયાન અને યાંતાઈ વચ્ચેનો મુસાફરીનો સમય 90 ટકા ઓછો થઈ જશે. તે યુરોસ્ટાર ટ્રેનોને પણ પાછળ છોડી દેશે જે ચેનલ ટનલનો ઉપયોગ કરતી વખતે માત્ર 100 માઇલ પ્રતિ કલાક સુધી પહોંચે છે. આ બોહાઈ સ્ટ્રેટ ટનલ 75 માઇલથી વધુ લાંબી હોઈ શકે છે, જેમાં દરિયાના તળ નીચે આશરે 56 માઇલ ખોદવામાં આવશે.

આ ટનલનો 56 માઇલ હિસ્સો પાણીમાં હશે, જે 24 માઇલ ચેનલ ટનલ અને જાપાનના સેઈકન ટનલના 14.5 માઇલ જળમગ્ન હિસ્સાની લંબાઈ કરતાં વધુ છે. આ ચાઈના માટે એક મહત્વનો પ્રોજેક્ટ છે જેનો અંદાજીત ખર્ચ 220 અબજ યુઆન (લગભગ 23,300,000,00 પાઉન્ડથી વધુ) છે. જેને પૂર્ણ થવામાં 10 થી 15 વર્ષ થઇ શકે છે.

vtv app promotion

આ ટનલ અપડેટેડ સેફ્ટી ટેકનોલોજી ધરાવતી હશે. જેમાં અપડેટેડ વેન્ટિલેશન સિસ્ટમ્સ, વોટરપ્રૂફિંગ, સ્ટ્રક્ચરલ સેન્સર્સ અને ઇમરજન્સી એક્ઝિટનો પણ સમાવેશ થશે. આ બધી સુવિધાઓ લિયાઓડોંગ અને શેનડોંગ દ્વીપકલ્પ વચ્ચેના ભૂકંપગ્રસ્ત ઝોનને પાર કરતી વખતે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરાઈ છે.

આ બંને શહેરો ચાઈના માટે મહત્વના ઔદ્યોગિક કેન્દ્રો છે. દાલીયાન એક મહત્વના બંદરથી પૂર્વ એશિયા માટે એક આર્થીક, શિપિંગ અને લોજિસ્ટિક્સ હબ બન્યું છે.

વધુ વાંચો : વિશાળકાય એસ્ટરોઇડ અથડાયા બાદ કેવું દ્રશ્ય સર્જાય છે, જુઓ અદભુત PHOTO

તો યાંતાઈમાં પેટ્રોકેમિકલ્સ, ઓટોમોટિવ પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં ડેવલોપમેન્ટ જોવા મળી રહ્યું છે. હાલમાં આ બંને શહેરો વચ્ચે ફાસ્ટ કનેક્શન બોહાઈ ટ્રેનથી થાય છે, જે લગભગ 6 થી 8 કલાકનો સમય લે છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

China Bohai Strait Tunnel Longest Tunnel

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ