ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / The public will finalize the ticket for 2024 the start of BJP Namo campaign

જનતાની પસંદ પહેલી / ભાજપના સાંસદો ટેન્શનમાં, 2024 માટે જનતા જ કરશે ટિકિટ ફાઇનલ, BJPના 'નમો' અભિયાનનો આરંભ

Published By: Mahadev Dave

Last Updated: 05:34 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નમો એપ દ્વારા મોદી સરકારે બીજેપી સાંસદોના કામ પર ફીડબેક લેવાનું અભિયાન શરૂ કરતા સાંસદોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

  • નમો એપ દ્વારા લેવાઈ રહ્યા છે સાંસદોના અભિપ્રાય
  • મોદી સરકારે બીજેપી સાંસદોના કામ પર ફીડબેક લેવાનું અભિયાન શરૂ
  • લોકો કોના કામથી કેટલા ખુશ છે, આ સર્વે લોકોમાં વહેંચવામાં આવશે

લોકસભાની ચૂંટણી હવે ધીમે ધીમે નજીક આવી રહી છે. જેથી રાજકીય માહોલ પણ અત્યારે ગરમાઈ રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ મોદી સરકારે જનતા સુધી પહોંચવા માટે એક અનોખી રણનીતિ તૈયાર કરી છે. ભારત સંકલ્પ યાત્રાનો દોર અત્યારે શરૂ થઈ ગયો છે.  આ બધા વચ્ચે કેન્દ્ર સરકારના ભાજપ સાંસદો પાસેથી ફીડબેક લેવા માટેની એક અનોખી પદ્ધતિ અપનાવી છે. વર્ષ 2024ની ચૂંટણીમાં એ જ વ્યક્તિને સાંસદની ટીકીટ મળશે કે જનતાની અપેક્ષા પર ખરા ઉતરશે.

મિશન 2022: ભાજપ વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ-રણનીતિ ઘડશે | The BJP will  formulate a roadmap strategy for the Assembly elections

ભાજપના સાંસદો જે કામકાજ કરે છે તેનું મુલ્યાંકન કરવા માટે પાર્ટી નમો એપનો ઉપયોગ કરવાનો પ્લાન કરી રહી છે. પાર્ટી અધ્યક્ષ જે.પી નડ્ડાએ હાલમાં જ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. આ સર્વેમાં કોઈ વિસ્તારના લોકો તેમના સાંસદ વિશે શું વિચારે છે. સાંસદના કામથી તેઓ કેટલા ખુશ છે કે નહીં તે અંગેનો લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવે છે.

વાંચવા જેવું : 2024 જીતવા ભાજપે ફટકાર્યો પહેલો માસ્ટર સ્ટ્રોક, રામ મંદિર ઉદ્ધાટન પહેલા મોટી ખબર, મળશે ફાયદો?

સાંસદને લઈને જનતાના મનની વાત
નમો એપના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો કે ભાજપના ક્યા સાંસદ સાથે તેમની જનતા કેટલી મજબુતી સાથે તેની સાથે ઉભી છે.. આ સંબંધમાં કુલ 15 સવાલ પુછવામાં આવ્યાં છે.. નમો એપથી ક્ષેત્રોમાં સર્વે કરાવવામાં આવી રહ્યો છે.. જન્તા પોતાના મનની વાત શેર કરશે.. ભાજપના નમો એપ પર કરવામાં આવેલા સર્વેને લોકો સાથે શેર કરવામાં આવશે.. જેથી તે સ્પષ્ટ થશે કે સાંસજની જમીની પકડ કેટલી છે..

જનતા સાંસદને વિકલ્પ પણ આપી શકે છે
નમો એપ દ્વારાએ પરખ કરવામાં આવશે કે જનતા સાંસદોના કામથી ખુશ છે કે નહીં. સાથે સામાન્ય મતદારોને પણ પૂછવામાં આવ્યું છે કે અત્યારના સાંસદ સિવાય તેમની પાસે બીજો ક્યા વિકલ્પ છે. આ સર્વે દરમિયાન એવું પણ પૂછવામાં આવ્યું હતું કે તમે છેલ્લે ક્યારે તમારા વિસ્તારમાં તમારા સાંસદને જોયા હતાં. જો જનતાના મનમાં કોઈ નવો ઉમેદવાર હોય તો તેઓ નામ શેર કરી શકે છે.

ભાજપના ક્યાં સાંસદો કેટલા લોકપ્રિય છે?
વર્ષ 2024ના લોકસભાની ચૂંટણીને લઈને સીધો જ જનતા સાથે સંવાદ કરવાનો પ્લાન કરી રહી છે. નમો એપ પર જનતા પોતાના સાંસદ વિશે પોતાનો અભિપ્રાય શેર કરી શકે છે. આમ કુલ મળીને આ અભિયાનના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે ભાજપના સાંસદો તેના જ વિસ્તારમાં કેટલા લોકપ્રિય છે. તેનું પ્રદર્શન કેટલુ સરાહનીય છે. જેના આધાર પર આગામી ચૂંટણીમાં તેને સાંસદ માટેની ટિકિટ મળી શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

2024 ની ચુંટણી BJP namo app નમો' અભિયાન નરેન્દ્ર મોદી ભાજપના સાંસદ રાજકારણના સમાચાર NaMo app news

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ