બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / The most expensive watch in the world sold for Rs 222 Crore at auction

OMG / દુનિયાની સૌથી મોંઘી છે આ ઘડિયાળ, કિંમત તમારી કલ્પનાની બહાર

Published By: Noor

Last Updated: 10:12 PM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ 222 કરોડ રૂપિયાની છે. તાજેતરમાં જ સ્વિત્ઝરલેન્ડની લગ્ઝરી વૉચ નિર્માણ કંપની Patek Philippeની એક ઘડિયાળને હરાજીમાં વેચવામાં આવી. આ ઘડિયાળ 31 મિલિયન સ્વિસ ફ્રેંક (લગભગ 222 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. આ દુનિયાની કોઈપણ કાંડા ઘડિયાળ માટે આપવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. જોકે, આ હરાજી ચેરિટી માટે કરવામાં આવી હતી અને આખી રકમ દાનમાં આપી હતી.

  • 222 કરોડ રૂપિયામાં વેચાઈ ઘડિયાળ
  • આ ઘડિયાળમાં 20 અલગ-અલગ ફીચર્સ
  • ઘડિયાળનું સૌથી ખાસ ફીચર તેનું ફ્રંટ અને બેક ડાયલ

Only Watch નામની આ ચેરિટી માટે હરાજીનું આયોજન જિનેવામાં કરવામાં આવ્યું હતું. પાટેક ફિલિપની આ ઘડિયાળ Grandmaster Chime 6300A-010ને ખાસ કરીને આ ચેરિટી માટે હરાજી કરવા તૈયાર કરવામાં આવી હતી. શનિવારે આયોજિત કરાયેલી આ હરાજી 5 મિનિટ ચાલી. એવી ધારણા કરવામાં આવી હતી કે ઘડિયાળ 2.5થી 3 મિલિયન સ્કિવ ફ્રેન્કમાં વેચાશે. આ પહેલાં Daytona Rolexના નામે સૌથી મોંઘી ઘડિયાળનું બિરુદ હતું, જેને 2017માં 17.8 મિલિયન ડોલર (લગભગ 127 કરોડ રૂપિયા)માં ખરીદી હતી.

શું છે આ ઘડિયાળની ખાસિયત

આ ઘડિયાળ સમય બતાવવાની સાથે 20 અલગ-અલગ ફીચર્સ સાથે આવે છે. તેમાં એક ખાસ રિંગટોન, એક મિનટ રિપીટર, 4 ડીઝિટ ઈયર ડિસ્પ્લેવાળું ખાસ પ્રકારનું કેલેન્ડર, સેકન્ડ ટાઈમ ઝોન અને 24 કલાક તથા મિનિટ સબડાયલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઘડિયાળનું સૌથી ખાસ ફીચર તેનું ફ્રંટ અને બેક ડાયલ છે. એક સેમન અન્ય બીજુ બ્લેક કલરનું છે. તેને ફ્લિપ અને રિવર્સ પણ કરી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

222 Crore 222 કરોડ Auction Most Expensive Philippe Fetches Watch ઘડિયાળ લગ્ઝરી વૉચ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ