બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:33 PM, 24 May 2022
ADVERTISEMENT
જાનવરોની દુનિયા પણ આશ્ચર્યથી ભરેલી હોય છે. અહિંયા એવા ખતરનાક જાનવરો પણ મોજુદ છે જે, ક્ષણભરમાં વ્યક્તિની જાન પણ લઈ શકે છે. પરંતુ અમુકવાર આવા ખતરનાક જાનવર પણ માણસોના મિત્ર પણ સાબિત થાય છે. આ જાનવરો માણસો સાથે સારી રીતે હસતા ખેલતા અને કુદતા પણ જોઈ શકાય છે.
પાણીમાં મગરને સૌથી ખતરનાક જાનવર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, 'પાણીમાં રહીને મગરથી દુશમની ના કરાય'. એવું એટલા માટે કહેવાય છે કે, મગરનો જડબું એટલુ તિક્ષ્ણ હોય છે કે, જો કોઈ તે જડબાની પકડમાં આવી જાય તો, ઘાતક અને જાનલેવા પણ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
જો કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે,એક વ્યક્તિ મગર સાથે મિત્રતામાં છે. મગર પણ તે વ્યક્તિ સાથે રમતો નજરે પડી રહ્યો છે. એટલુ જ નહી તે વ્યક્તિ મગરના મોઢા પર કિસ પણ કરે છે. તે છતાં પણ મગર તેને કઈંજ કરતો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાઈરલ થાય છે, જેમાં લોકો ઘાતક જાનવરો સાથે રમતા અને મસ્તી કરતા જોવા મળે છે,આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યો છે. જેમા વ્ચક્તિ મગરને કિસ કરીને તેના પ્રત્યે પ્રેમ દાખવી રહ્યો છે.
ઉપરાંત, તે વ્યક્તિ મગર ઉપર આડો પડીને ,સવારી કરતો પણ નજરે પડ્યો. તે મગરની એવી રીતે સવારી કરી રહ્યો છે કે ,જાણે મગર ખૂબ શાંત જાનવર હોય. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. હજારો લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. તેમજ કેટલાક લોકો આ વીડિયો પર આશ્ચર્ય પણ દાખવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.