બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:41 PM, 25 January 2024
ADVERTISEMENT
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનો પહેલો મેચ રમાઈ રહ્યો છે. ત્યારે આ મેચ દરમિયાન સુરક્ષામાં ચુક જોવા મળી રહી છે. કારણ કે રોહિત શર્માનો એક ફેન સુરક્ષા કોર્ડનને તોડીને રોહિત શર્માના પગ સ્પર્શ કરવા માટે પીચ પર પહોંચી ગયો હતો. આટલુ જ નહીં તે પોતાના ઈરાદામાં સફળ પણ થઈ ગયો. જો કે બાદમાં સુરક્ષાકર્મીઓ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
A fan met Rohit Sharma and touched his feet in Hyderabad.pic.twitter.com/25C07t2WaX
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 25, 2024
ADVERTISEMENT
ભારતની બેટિંગ શરૂ થતાં જ બની ઘટના
આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ શરૂ કરી હતી અને તેને 246 રન બનાવ્યા હતા. જે બાદ ભારતીય ટીમ બેટિંગમાં ઉતરી હતી. આ દરમિયાન એક ફેન રોહિત શર્માના ચરણ સ્પર્શ કરવા માટે દોડી આવ્યો હતો. તે રોહિત શર્માની નજીક આવ્યો હતો અને તેને રોહિત શર્માના ચરણ સ્પર્શ કર્યા હતા. આ ઘટનાની વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વિરાટના નામની પહેરી હતી જર્સી
રોહિત શર્માના ચરણ સ્પર્શ કરવા માટે આવેલ શખ્સે વિરાટ કોહલીના નામની જર્સી પહેરી હતી. પણ આ ફેનએ જ્યારે રોહિત શર્માના ચરણ સ્પર્શ કર્યા તો રોહિત શર્માએ કંઈ રિએક્ટ કર્યું ન હતું. પણ બાદમાં સુરક્ષાકર્મી દોડીને આવ્યા હતા અને તેમને મેદાનથી બહાર લઈ ગયા હતા. તમને જણાવી દયે કે વિરાટ કોહલી પોતાના અંગત કારણોસર સીરીઝના પહેલા બે મેચમાંથી બહાર છે.
વધુ વાંચો: ભારતે ઈંગ્લેન્ડના આ ખેલાડીને ન આપ્યા વિઝા, બ્રિટિશ સરકારે પણ આપ્યું નિવેદન; જાણો શું છે વિવાદ
ADVERTISEMENT
ભારતીય બોલર્સએ ઈંગ્લેન્ડને 246 રન પર રોક્યા
મેચ શરૂ થયો ત્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે ભારતીયો બોલરો સામે ઈંગ્લેન્ડનની ટીમ વધારે સમય સુધી ટકી શકી ન હતી. ઈંગ્લેન્ડની ટીમ 64.3 ઓવરમાં 246 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન સ્ટોક્સએ સૌથી વધારે 70 રન બનાવ્યા હતા. તેમને 88 બોલમાં 6 છગ્ગા, 4 ચોગ્ગા માર્યા હતાં. ભારત માટે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને સ્પિનલ અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.