બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્યભરમાં કાતિલ ઠંડીનો કહેર, નલિયામાં સૌથી ઓછું તાપમાન

હવામાન અપડેટ / રાજ્યભરમાં કાતિલ ઠંડીનો કહેર, નલિયામાં સૌથી ઓછું તાપમાન

Vishal Khamar

Last Updated: 09:25 AM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર જોવા મળી રહ્યો છે. સૌથી નીચા તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહ્યું હતું. નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર યથાવત છે. ઉત્તર પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે. વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 15.1, ગાંધીનગરમં 14.0, ડીસામાં 13.2 અને વલ્લભવિધાનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 14.6, સુરતમાં 17.8, દમણ 15.0, ભુજ 15.0 અને ખંડલા એરપોરટ 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી 13.8, ભાવનગર 16.8, દ્વારકા 17.9, પોરબંદર 14.2, રાજકોટ 14.4, વેરાવળ 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દીવ 16.0, સુરેન્દ્રનગર 15.0, મહુવા 15.6 અને કેશોદ 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરી હતી. જેમાં હવામાન વિભાગે 24 કલાક બાદ ફરી તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થશે તેમ જણાવ્યું હતું. આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે હાલ પૂર્વ ઉતર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે.

2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે

તેઓના જણાવ્યા મુજબ 24 કલાક બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે તાપમાન ઘટતા ફરી ઠંડીનો અહેસાસ થશે. ત્યારે હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય થી વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી અને અમદાવાદનું સામાન્ય તાપમાન 12.5 ડિગ્રી રહેવાની સરખામણીએ 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચોઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20 હજાર, આ લોકોને મળે છે સહાય

બીજી તરફ નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘડાટો નોંધાયો હતો. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણમાં ફેરફાર થાય તેમ લાગી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Cold Weather
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ