ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:04 PM, 2 November 2024
ADVERTISEMENT
ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં એક ભીષણ અકસ્માત થયો છે. જેમાં એક ભજન મંડળના સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. શનિવાર સવારે ધુમ્મસને કારણે એક ટ્રેલર તેમની સાથે વાહન અથડાતાં આ એક્સિડન્ટ થયો હતો. જેમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. હતા. ભજન મંડળીના લોકો શનિવારે સવારે એક અંતિમ સંસ્કારમાં ભાગ લઈને પોત પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે ટ્રેલરને પાછળથી ટક્કર મારી દીધી, જેના કારણે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તો એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું.
ADVERTISEMENT

આ અકસ્માત અંગે માહિતી આપતા દક્ષિણ પશ્ચિમ રેન્જના DIG બ્રિજેશ રાયે જણાવ્યું હતું કે, "આ અકસ્માત રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ થયો હતો. તેઓ મારુતિ વાનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે MCL-ટોપરિયા રોડ પર પાર્ક કરાયેલા ટ્રેલર સાથે તેમનું વાહન અથડાયુ હતું. આ ભયંકર અકસ્માતના કારણે ડ્રાઇવર સહિત સાત લોકોના મોત થયા છે."
ADVERTISEMENT
અત્યારે મૃતકોની ઓળખ થઈ નથી. જેથી તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ એવી આશંકા છે કે આ વિસ્તારમાં ધુમ્મસને કારણે વિઝન ઓછું હતું. વાન ચાલક ટ્રેલરને જોઈ શક્યો ન હોવાથી વાહન અથડાયું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ