બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / The employee arrived at the office 7 hours late, given that it went viral on social media

OMG / 7 કલાક મોડો ઑફિસ પહોંચ્યો કર્મચારી, આપ્યું એવું કારણ કે સોશ્યલ મીડિયામાં થયો વાયરલ

MayurN

Last Updated: 05:37 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓફિસમાં 7.5 કલાક મોડા પહોંચ્યા બાદ કર્મચારીએ બોસને કહ્યું, ઊંઘી ચડી ગઈ હોવાથી મોડો પહોંચ્યો અને સમયની ખબર ન પડી.

  • એક કર્મચારી ઓફિસના સમયથી 7.5 કલાક મોડો 
  • જવાબ એવો આપ્યો કે બોસની નજરમાં બની ગયો ઈમાનદાર
  • લોકોએ કહ્યું અમારા ઓફિસમાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા    


લોકોને ઓફિસ પહોંચતા મોડું થતું હોય છે 
ઑફિસમાં મોડું થવું એ કોઈ મોટી વાત નથી. ઘણી વખત ટ્રાફિક કે અન્ય કોઈ કારણસર અડધો કે કલાક પણ વિલંબ થાય છે, જેનું ચોક્કસ કારણ આપવું પડે છે. જો કે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય કે એક માણસ સાડા સાત કલાક મોડો ઓફિસે પહોંચ્યો હતો. અને એ પણ એટલા માટે કે તે ઘરે સૂતો હતો.


આ માણસ સાડા સાત કલાક મોડો ઓફિસે પહોંચ્યો 
સામાન્ય રીતે કોઇ પણ ઓફિસમાં કામના માત્ર 8 કે 9 કલાકો હોય છે. જેમાં આ વ્યક્તિ સાડા સાત કલાક બાદ માત્ર અડધો કે એક કલાક માટે જ ઓફિસે પહોંચ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તે માણસ એટલો પ્રામાણિક હતો કે તેણે કશું જ બહાનું આપ્યું નહીં અને મોડા આવવાનું કારણ તે ઘરે જ સૂઈ ગયો હતો એ જ કહ્યું. 

ટ્વિટર પર શેર કરવામાં આવી સ્ટોરી
છોકરાને થોડા સમય પહેલા જ નોકરી મળી હતી પણ તેણે જે ઈમાનદારી બતાવી તે એક પ્રશંસનીય વાત હતી. આ સ્ટોરી ટ્વિટર યૂઝર @Deannooo એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. તેની પોસ્ટમાં લખ્યું હતું: "મારી સાથે કામ કરનાર એક યુવાન કર્મચારી સાડા સાત કલાક પછી ઓફિસ પહોંચ્યો અને કહ્યું- મને માફ કરજો, હું સૂઈ ગયો હતો." પોતાની પોસ્ટની સાથે તેણે હસવાની નિશાની પણ લગાવી. આ વાંચીને તમને પણ થતું હશે કે છેલ્લે છેલ્લે પણ આવ્યો તો ખરાં ઓફિસે. 

લોકોએ કહ્યું અમારી ઓફિસમાં પણ આવા કિસ્સાઓ 
ટ્વિટર પર અત્યાર સુધીમાં લગભગ 17 હજાર લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે. તો ઘણા લોકોએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે અહીં પણ એક એવો જ વ્યક્તિ છે, જેને પોતાની ઘડિયાળનું એલાર્મ સંભળાતું નથી  અને હવે તે મોટેથી અવાજ કરતી ઘડિયાળ ખરીદી રહ્યો છે. અન્ય એક યુઝરે કહ્યું કે, તેની ટીમનો એક સભ્ય એક દિવસ મેકઅપ સાથે ફેન્સી ડ્રેસમાં પહોંચી ગયો કારણ કે તેણે આગલી રાત્રે પાર્ટી કરી હતી જેની ભાન પણ ના રહી.આવા લોકો કદાચ દરેકની ઓફિસમાં જોવા મળતા જ હોય છે .

સંકળાયેલા મુદ્દાઓ

Employee Viral News office time viral વાઇરલ Honesty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ