બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોડેલી નજીક જોજવા ડેમમાંથી ‘ચાર આંખવાળી’ માછલી મળ્યાની વાતે જગાવી ચર્ચા, જાણો શું છે ખાસિયત
Last Updated: 07:47 PM, 13 October 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા જોજવા ડેમમાંથી ‘ચાર આંખવાળી’ માછલી મળી આવવાની વાત વહેતી થઇ હતી..આ માછલીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ માછલીને લઇને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સુકતાનું મોજું ફરી વળ્યું છે. આ દુર્લભ માછલીની શોધે જળચર જીવવિજ્ઞાનના નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે, જે પર્યાવરણ અને જળચર ઇકોસિસ્ટમના અભ્યાસ માટે નવું પરિમાણ ઉમેરી શકે છે. સ્થાનિક આદિવાસી માછીમાર ગણપતભાઈ નાયકે આ માછલીને શોધી કાઢી હતી, જેની વિશિષ્ટ શારીરિક રચના અને હિંસક સ્વભાવ ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
ગણપતભાઈ અનુસાર આ માછલીની ચામડી મગરની જેમ ખરબચડી દેખાય છે, જ્યારે તેની પીઠ અજગર કે ઝેરી સર્પની ચામડી જેવાં ભીંગડાંથી ઢંકાયેલી છે. આ માછલીની સૌથી આશ્ચર્યજનક વિશેષતા તેની ‘આંખો’છે, તસ્વીરમાં બે મુખ્ય આંખો ઉપરાંત એ જોઇ શકાય છે જે બીજી માછલીઓમાં જોવા નથી મળતું જેને તેની બીજી બે આંખો ગણાવવામાં આવી રહી છે. આ તેને અન્ય જળચર જીવોથી અલગ તારવે છે. આ લક્ષણોને કારણે સ્થાનિક લોકોમાં આ માછલીને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચોઃ નશાની હાલતમાં નિવૃત્ત PSIએ સર્જયો અકસ્માત, મહિલા અને તેનો પુત્ર રોડ પર પટકાયા
ADVERTISEMENT
આવી માછલીઓ દોઢ વર્ષ પહેલાં પણ જોજવા ડેમમાંથી મળી આવી હતી. તે સમયે બે માછલીઓ મળી હતી, જેમાંથી એકને કોઈ વ્યક્તિ લઈ ગયું હતું, જ્યારે બીજી માછલીને તેમણે પોતાના ઘરના આંગણામાં બનાવેલા નાના કુંડમાં સાચવી રાખી છે. “આ માછલીઓ ખૂબ જ ઝડપી અને આક્રમક છે. તેને પકડવી સરળ નથી,”
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.