બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The director of Animal is ready to make a film with Kangana even after a lot of criticism

મનોરંજન / ભરપૂર નિંદા કર્યા બાદ પણ કંગના સાથે ફિલ્મ બનાવવા તૈયાર Animalના ડાયરેક્ટર, આવી મજેદાર પ્રતિક્રિયા

Published By: Sanjay Vibhakar

Last Updated: 03:36 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં સંદીપ રેડ્ડી વાંગાએ અભિનેત્રી કંગના રનૌત સાથે ફિલ્મ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ પછી કંગના રનૌતે ડાયરેક્ટરની આ ઈચ્છા પર પ્રતિક્રિયા આપી છે અને તેને ફની જવાબ આપ્યો છે.

  • કંગનાએ સંદીપ રેડ્ડીને જવાબ આપ્યો
  • સંદીપ રેડ્ડીએ કંગના સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
  • કંગના ટૂંક સમયમાં આ ફિલ્મમાં જોવા મળશે

1 ડિસેમ્બર, 2023 ના રોજ રિલીઝ થયેલી સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ પર હજુ ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી છે અને લોકોએ તેની પ્રશંસા પણ કરી છે. ઘણા લોકોએ આ ફિલ્મને મહિલા વિરોધી ગણાવી છે. જેના કારણે ઘણો વિવાદ થયો હતો. તાજેતરમાં સંદીપ રેડ્ડી વાંગાએ અભિનેત્રી કંગના રનૌત સાથે ફિલ્મ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ પછી કંગના રનૌતે ડાયરેક્ટરની આ ઈચ્છા પર પ્રતિક્રિયા આપી છે અને તેને ફની જવાબ આપ્યો છે. કંગના રનૌતે તેના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે આ પોસ્ટમાં લખ્યું - સમીક્ષા અને આલોચના એક સમાન નથી, દરેક પ્રકારની કલાની સમીક્ષા અને ચર્ચા થવી જોઈએ. આ એક સામાન્ય વાત છે. કહી શકાય કે સંદીપજીએ મારી સમીક્ષા પર હસીને મારા પ્રત્યે સન્માન દર્શાવ્યું. એમ કહી સકાય કે તે માત્ર મર્દાના ફિલ્મો જ નથી બનાવતા પણ તેનું વલણ પણ મર્દાના છે. આભાર સર.

કંગનાએ સંદીપ રેડ્ડીને જવાબ આપ્યો
તેણે આગળ લખ્યું - પરંતુ કૃપા કરીને મને ક્યારેય કોઈ રોલ ન આપો, નહીં તો તમારા આલ્ફા મેલ હીરો નારીવાદી બની જશે અને પછી તમારી ફિલ્મો પણ પિટાઈ જશે, તમે બ્લોકબસ્ટર બનાવો, ફિલ્મ ઉદ્યોગને તમારી જરૂર છે.

સંદીપ રેડ્ડીએ કંગના સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
તમને જણાવી દઈએ કે કંગનાએ સંદીપ રેડ્ડીનો વાયરલ વીડિયો શેર કરતા આ પોસ્ટ કરી છે. તે વિડીયોમાં સંદીપ કહેતો જોવા મળે છે કે જો મને તક મળશે તો હું ચોક્કસ તેને વાર્તા સંભળાવીશ. હું તેના અભિનયને ખરેખર પસંદ કરું છું. જેમાં ક્વીન અને અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે, અને જો તે એનિમલ પર કમેન્ટ કરે તો મને વાંધો નથી. મને જરાય ગુસ્સો નથી આવતો, કારણ કે મેં તેનું એટલું બધું કામ જોયું છે કે મને ખરાબ નથી લાગતું. 

વાંચવા જેવું: પૂનમ પાંડે જ નહીં, અગાઉ આ એક્ટ્રેસ પણ રચી ચૂકી છે મોતનું નાટક, થઇ હતી FIR

કંગના ટૂંક સમયમાં આ ફિલ્મમાં જોવા મળશે
જો કંગના રનૌતના કામની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં ઈન્દિરા ગાંધીની બાયોપિક ફિલ્મ ઇમરજન્સી લઈને આવી રહી છે. જે 14 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ સાથે આ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી જેવા દિગ્ગજ કલાકારો જોવા મળવાના છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Kangana Ranaut Sandeep Reddy Vanga કંગના રનૌત મનોરંજન સંદીપ રેડ્ડી વાંગા entertainment

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ