ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / દેશની સૌથી મોટી વીજળી કંપનીનો મોટો દાંવ, પાવર સેક્ટરમાં કરશે 7 લાખ કરોડનું રોકાણ

બિઝનેસ / દેશની સૌથી મોટી વીજળી કંપનીનો મોટો દાંવ, પાવર સેક્ટરમાં કરશે 7 લાખ કરોડનું રોકાણ

Published By: Nirav Kumar

Last Updated: 01:07 AM, 20 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સરકારી વીજ કંપની NTPC તેની ઉત્પાદન ક્ષમતા વધારવા આશરે 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ કંપની ભારતની કુલ વીજ જરૂરિયાતોની આશરે 25% જરૂરિયાત પૂરી કરે છે.

ADVERTISEMENT

ભારતની સૌથી મોટી સરકારી માલિકીની વીજ કંપની NTPC વર્ષ 2037 સુધીમાં તેની વીજ ઉત્પાદન ક્ષમતા 244 ગીગાવોટ (GW) સુધી કરવા માંગે છે. આથી આ  યોજનાને હાંસિલ કરવા માટે NTPC આશરે 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ માહિતી NTPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપ સિંહે આપી હતી.

ભારત સરકારના ઉર્જા મંત્રાલય હેઠળ NTPC નામની સરકારી કંપની કામગીરી કરે છે અને હાલમાં દેશની કુલ વીજ જરૂરિયાતોની આશરે 25% પૂરી કરે છે. જેમાં આ NTPC થર્મલ, સોલાર, હાઇડ્રો અને અન્ય ગ્રીન એનર્જી સ્ત્રોતોમાંથી વીજળી પેદા કરે છે. અત્યારે NTPC ની કુલ ક્ષમતા 85,000 મેગાવોટથી વધુ છે જેનાથી તે દેશની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની બને છે.

NTPC એ તેની ભવિષ્યની યોજનાઓને હાંસિલ કરવા તબક્કાવાર રીતે વિભાજિત કરી છે. આ કંપનીનો શરૂઆતનો ટાર્ગેટ 2032 સુધીમાં તેની વીજ ઉત્પાદન ક્ષમતા 149 GW સુધી વધારવાનો છે. આગામી 5 વર્ષમાં આ ટાર્ગેટને વધુ સ્પીડ અપાશે જે 2037 સુધીમાં 244 GW સુધી પહોંચશે. અત્યારે કંપનીની ક્ષમતાના આશરે 32 GW વિવિધ પ્રોજેક્ટ્સમાં નિર્માણાધીન છે જે આગામી વર્ષોમાં શરુ થશે.

vtv app promotion

NTPCની 7 લાખ કરોડ રૂપિયાની રોકાણ યોજના માત્ર વીજ ઉત્પાદન સુધી મર્યાદિત નથી. આ કંપની Energy Storage Systems, પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ, પરમાણુ ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને સંબંધિત કેમિકલ પ્રોજેક્ટ્સમાં પણ રોકાણ કરશે. જેનો હેતુ ભવિષ્યમાં વધતી જતી વીજ માંગને પૂરો કરવાનો છે.

  • રાજસ્થાનનો સોલાર પ્રોજેક્ટ કમ્પ્લીટ
    આ દરમિયાન NTPC એ રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આવેલા નોખ સોલાર પીવી પ્રોજેક્ટને પણ કોમર્શીયલ રીતે શરુ કરી દીધું છે. આ પ્રોજેક્ટ 245 મેગાવોટ ક્ષમતામાં વિકસાવવામાં આવી રહ્યો છે. જેમાં છેલ્લું 78 મેગાવોટ યુનિટ 18 ડિસેમ્બર 2025 ના રોજ શરુ થયું હતું. તેનાથી NTPC ની સ્ટેન્ડ અલોન ક્ષમતા 60,783 મેગાવોટ અને ગ્રુપ લેવલ ક્ષમતા 85,259 મેગાવોટ સુધી થઇ ગઈ છે.

વધુ વાંચો : ભારત દુનિયાનું સૌથી સોંઘું ડિજિટલ માર્કેટ, મળે છે એક કપ ચા કરતા પણ સસ્તુ ઇન્ટરનેટ

  • ગ્રીન એનર્જી પર વધુ ફોકસ
    NTPC હવે ઝડપથી રીન્યુએબલ ઉર્જા તરફ આગળ વધી રહી છે. હમણાં જ ગુજરાત અને રાજસ્થાનમાં તેની પેટા કંપનીઓના સોલર પ્રોજેક્ટ્સમાંથી ગ્રીડમાં 359.58 મેગાવોટ વીજળી એડ કરી છે. જે દર્શાવે છે કે ભવિષ્યમાં NTPCનું મુખ્ય ફોકસ ગ્રીન એનર્જી પર રહેશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Green Energy Power Company NTPC

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ