બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / ભારત દુનિયાનું સૌથી સોંઘું ડિજિટલ માર્કેટ, મળે છે એક કપ ચા કરતા પણ સસ્તુ ઇન્ટરનેટ
Last Updated: 12:16 AM, 20 December 2025
મોબાઇલ ડેટા ભારતમાં હવે દરરોજની જરૂરિયાત બની ગયો છે. પણ શું તમે જાણો છો કે, આપણે ભારતમાં જે ડેટા યુઝ કરીએ છીએ તે ડેટા માટે વિદેશમાં વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે? અમેરિકામાં મોબાઇલ પેકેજની એવરેજ કિંમત, જેમાં 140 મિનિટના કોલ, 70 SMS મેસેજ અને 2GB ડેટાનો સમાવેશ થાય છે તેના માટે આશરે $48.95 (આશરે 4389 રૂપિયા) ચુકવવા પડે છે.
ADVERTISEMENT
તો યુકેમાં એના માટે $12.62 (આશરે 1131 રૂપિયા) ચુકવવા પડે છે. અને ઓસ્ટ્રેલિયામાં $23.07 (આશરે 2068 રૂપિયા) ચુકવવા પડે છે. તો તેની તુલનામાં ભારતમાં આ મોબાઇલ સર્વિસ પેકેજ સરેરાશ $1.86 (આશરે 166 રૂપિયા) માં મળી રહે છે જે વર્લ્ડ લેવલે સૌથી નીચા દરોમાંનો એક છે.

ADVERTISEMENT
માત્ર યુરોપીય દેશ નહીં પણ એશિયાના દેશોમાં પણ ભારત કરતા વધારે રેટ છે. જેમાં ચાઈનામાં મોબાઇલ સર્વિસનો એવરેજ ખર્ચ $8.56 (આશરે 767 રૂપિયા), નેપાળમાં $2.72 (આશરે 243 રૂપિયા), બાંગ્લાદેશમાં $2.40 (આશરે 215 રૂપિયા) અને ભૂટાનમાં $4.56 (આશરે 408 રૂપિયા) છે. પરંતુ પાકિસ્તાનમાં આ ખર્ચ $1.43 (આશરે 143 રૂપિયા) છે, જે ભારત કરતા થોડો ઓછો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.