બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / The child accidentally fell while adventuring on a high mountain in a park in Monterrey Mexico

VIDEO / ઓ બાપ રે..એડવેન્ચરની લ્હાય પડી ભારે.! 40 ફૂટ અધ્ધરથી નીચે પડ્યો બાળક, પોચા હ્રદય વાળા ન જોતાં વીડિયો

Published By: Mahadev Dave

Last Updated: 08:04 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેક્સિકોના મોન્ટેરીના એક પાર્કમાં ઊંચા પર્વત પર એડવેન્ચર કરતી વેળાએ એક બાળક અકસ્માતે નીચે ખાબકતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • એડવેન્ચર કરવાના શોખીનો ચેતજો
  • છ વર્ષનું બાળક 40 ફૂટ ઊંચાઈ ઉપરથી નીચે ખાબક્યું
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દુનિયામાં એવા કેટલાય લોકો છે. જેને ઊંચા પર્વત પર ચડવું, પર્વત પરથી નીચે ઉતરવું, હવામાં યુક્તિઓ કરવી, પાણીમાં ડૂબકી મારવી, સહિતના એડવેન્ચર કરવાનો ખૂબ શોખ હોય છે. જેને લોકો બિરદાવતા પણ હોય છે. પરંતુ જેને લોકો સ્પોર્ટ્સ માને છે તે રમતો ઘણી વખત ઘાતક પણ સાબિત થઈ શકે છે અને એક નાનકડી ભૂલ જીવણેલ સાબિત થઈ શકે છે. જ્યારે આવા જોખમોને અવગણીને આજે લોકો બેફામ સાહસ દર્શાવી રહ્યા છે લોકોનો જીવ જોખમમાં મૂકે છે. તાજેતરમાં આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ચોકાવનારા વીડીયામાં 6 વર્ષનો બાળક 40 ફૂટ ઊંચાઈ પરથી નીચે ખબકે છે.

40 ફૂટ ઊંચાઈ ઉપરથી નીચે પડે છે બાળક

એડવેન્ચરની ચક્કરમાં છ વર્ષનું બાળક લગભગ 40 ફૂટ ઊંચાઈ ઉપરથી નીચે પડે છે. રુવાટા ઉભા કરી દેતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર બાળક તેના પિતા સાથે ઝીપ લાઇન એડવેન્ચરનો આનંદ માણી રહ્યો છે અને તેના પિતા બાળકને આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યો છે. અને બાળક સાથે ચાલી રહ્યો છે.

હૃદયદ્રાવક વીડિયો મેક્સિકોના મોન્ટેરીના એક પાર્કનો

આ દરમિયાન બાળકના શરીરએ બાંધેલું દોરડું એકા એક જ તૂટી જતા અથવા ખુલી જતા બાળક સીધુ નીચે ખીણમાં ખાબકે છે. જેને લઈને દેકારો બોલી જાય છે.આ હૃદયદ્રાવક વીડિયો મેક્સિકોના મોન્ટેરીના એક પાર્કનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે દુર્ઘટના બાદ વીડિયોમાં બાળક સાથે શું થયું તે બતાવવામાં આવ્યું નથી. પરંતુ ઘટનાની ગંભીરતા વીડિયોમાં દેખાઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Social Media viral video એડવેન્ચર બાળક પડ્યો મેક્સિકો Monterrey child accidentally

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ