બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં દિવાળી દરમિયાન વરસાદની આશંકા
Last Updated: 06:36 AM, 19 October 2025
હગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહ્યું છે. હાલમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના મુજબ, હાલમાં બંગાળની ખાડીમાં એક અપર એર સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ 20 થી 22 ઓક્ટોબર દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT

અમદાવાદના હવામાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન આશરે 37°C અને ન્યૂનતમ તાપમાન 23°C આસપાસ રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીના કોમોરિન વિસ્તારમાં 17 ઓક્ટોબરે અપર એર સર્ક્યુલેશન મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરે સક્રિય છે.
ADVERTISEMENT

બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર પર નીચા અને મધ્યમ વાદળો છવાયેલા છે અને તેમાં તીવ્ર સંવહન પ્રવૃત્તિ જોવા મળી રહી છે. આગામી 24 ઓક્ટોબરના આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર (Low Pressure Area) બનવાની શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તાર પર પણ અપર એર સર્ક્યુલેશન સક્રિય છે. 18 ઓક્ટોબરથી આ વિસ્તાર Low Pressure Areaમાં રૂપાંતરિત થઈ શકે છે. જેના કારણે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં હાલ માટે વાતાવરણ શુષ્ક રહેશે, પરંતુ હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારાની શરૂઆત થઈ શકે છે. એટલે હવે ધીમે ધીમે ગરમીને વિદાય આપી શિયાળાની ઠંડક માટે તૈયાર થવાનો સમય આવી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.