બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શિવ ઠાકરે ફરી રચ્યો ઇતિહાસ! પોતે જીતી ટ્રોફી સાથે ફેન્સને બનાવ્યો લાખોપતિ

The 50 Winner / શિવ ઠાકરે ફરી રચ્યો ઇતિહાસ! પોતે જીતી ટ્રોફી સાથે ફેન્સને બનાવ્યો લાખોપતિ

Bijal Vyas

Last Updated: 09:55 AM, 23 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિયાલિટી શો સામાન્ય રીતે વોટિંગ પર આધાર રાખે છે, પરંતુ 'ધ 50' નું ગણિત સંપૂર્ણપણે અલગ હતું. અહીં, વિજેતા જાહેર મતો દ્વારા નહીં, પરંતુ સખત મહેનત અને મેદાન પરના પ્રદર્શન દ્વારા નક્કી કરવામાં આવતો હતો.

રિયાલિટી શોના અસલી "કિંગ" તરીકે જાણીતા શિવ ઠાકરેએ ફરી એકવાર ઇતિહાસના પાના પર પોતાનું નામ નોંધાવી લીધું છે. તેમણે કલર્સ ટીવી અને જિયો હોટસ્ટારના અનોખા અને રિયાલિટી શો 'ધ 50'ના ગ્રાન્ડ ફિનાલેમાં વિજય મેળવ્યો. પરંતુ આ વખતે, તેમની જીત ફક્ત ટ્રોફી વિશે નહોતી; તેણે મહારાષ્ટ્રના એક ખેડૂત પરિવારની કિસ્મત હંમેશા માટે બદલી દીધી છે.

રિયાલિટી શો સામાન્ય રીતે વોટિંગ પર આધાર રાખે છે, પરંતુ 'ધ 50' નું ગણિત સંપૂર્ણપણે અલગ હતું. અહીં, વિજેતા જાહેર મતો દ્વારા નહીં, પરંતુ સખત મહેનત અને મેદાન પરના પ્રદર્શન દ્વારા નક્કી કરવામાં આવતો હતો. ફિનાલેમાં શિવ ઠાકરે મનોરંજન જગતના ચાર મોટા નામો સામેલ હતા.

પહેલા રાઉન્ડમાં ચાલી માસ્ટર ચાલ

ફાઇનલની શરૂઆત આશ્ચર્યજનક રીતે થઈ. ટાસ્કના પહેલા રાઉન્ડમાં રણનીતિનો ખેલ જોવા મળ્યો. શિવ ઠાકરે, કાકા અને કૃષ્ણા શ્રોફે એક જબરદસ્ત સમન્વય દર્શાવ્યો. સાથે મળીને તેમણે રમતના સૌથી મજબૂત દાવેદાર, રજત દલાલને ઘેરી લીધો અને તેને ફાઇનલ રેસમાંથી બહાર કરી દીધો. રજતના બહાર થવાથી સ્પર્ધા વધુ રસપ્રદ બની ગઈ.

ટાઇમિંગએ બનાવ્યુ ચેમ્પિયન

શોનો અંતિમ તબક્કો સંપૂર્ણપણે સમય આધારિત કાર્ય હતો. સૌથી ઝડપી હશે તે ટાઇટલ જીતશે. શિવ ઠાકરેએ આ કાર્યમાં પોતાની ચિત્તા જેવી ગતિ અને બુદ્ધિમત્તાનું પ્રદર્શન કર્યું. તેણે અન્ય સ્પર્ધકો કરતાં બેસ્ટ પ્રદર્શન કર્યું, શક્ય તેટલા ઓછા સમયમાં ટાસ્ક પૂર્ણ કર્યું અને "ધ 50" ની ચમકતી ટ્રોફીનો દાવો કર્યો.

પ્રિન્સનું બલિદાન આવ્યુ કામ

શિવની જીતનો પાયો "રોડીઝ" ફેમ પ્રિન્સ નરુલાએ નાખ્યો હતો. પ્રિન્સે વિશાળ હૃદય સાથે, શિવ ઠાકરેને તેની ફાઇનલ ટિકિટ ભેટમાં આપી. શિવે તે વિશ્વાસ તૂટવા દીધો નહીં અને ફાઇનલ જીતીને પ્રિન્સના નિર્ણયને સાચો સાબિત કર્યો.

આ પણ વાંચોઃ 8 વર્ષ બાદ અનુષ્કા શર્માનું કમબેક, 1800 કરોડની અલ્લુ અર્જુન સાથે નવી ફિલ્મને લઈને ચર્ચા તેજ

મરાઠાવાડાના ખેડૂતની ખુલી કિસ્મત

'The 50' નું સૌથી અનોખું પાસું એ હતું કે વિનર સેલિબ્રિટીના એક નસીબદાર ચાહકને 50 લાખ રૂપિયા મળવાના હતા. શિવની જીત સાથે મરાઠવાડાના એક સરળ ખેડૂત સીતારામ પ્રહલાદ આઘવનું જીવન રાતોરાત બદલાઈ ગયું. શો દ્વારા સીતારામને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું. શિવની મહેનત રંગ લાવી, તો તેના ચાહકનું નસીબ પણ ચમક્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

The 50 Winner lucky fan wins 50 lakh Shiv Thakre
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ