બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 8 વર્ષ બાદ અનુષ્કા શર્માનું કમબેક, 1800 કરોડની અલ્લુ અર્જુન સાથે નવી ફિલ્મને લઈને ચર્ચા તેજ

મનોરંજન / 8 વર્ષ બાદ અનુષ્કા શર્માનું કમબેક, 1800 કરોડની અલ્લુ અર્જુન સાથે નવી ફિલ્મને લઈને ચર્ચા તેજ

Priyankka Triveddi

Last Updated: 07:27 PM, 22 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના ચાહકો માટે મોટી ખુશખબર સામે આવી રહી છે. લાંબા વિરામ બાદ હવે તેઓ ફરી એકવાર મોટા પડદા પર કમબેક કરવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Anushka Sharma comeback: અનુષ્કા શર્મા છેલ્લે 2018માં અભિનેત્રી તરીકે ફિલ્મોમાં જોવા મળી હતી. ત્યારબાદ તેમણે ફિલ્મ પ્રોડક્શન તરફ ધ્યાન આપ્યું અને ‘બુલબુલ’, ‘કાલા’ જેવી ફિલ્મો તેમજ ‘પાતાલ લોક’ વેબ સિરીઝમાં નિર્માતા તરીકે મહત્વપૂર્ણ કામ કર્યું. હવે લાંબા સમય બાદ તેઓ ફરીથી એક્ટિંગમાં વાપસી કરે તેવી ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને તેમના ચાહકો માટે આ સમાચાર ખૂબ જ ઉત્સાહજનક છે. કારણ કે તેઓ લાંબા સમયથી તેમની સ્ક્રીન પર વાપસીની રાહ જોઈ રહ્યા હતા.

anushka sharma

‘AA22 x A6’માં અલ્લુ અર્જુન સાથે દેખાશે અનુષ્કા

અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘AA22 x A6’ હાલમાં ભારે ચર્ચામાં છે. જેમાં અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન એટલી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે તેમની ભવ્ય અને મોટા બજેટની ફિલ્મો માટે જાણીતા છે. અહેવાલો મુજબઅનુષ્કા શર્મા આ ફિલ્મથી તેલુગુ સિનેમામાં પણ ડેબ્યૂ કરી શકે છે. જોકે હજી સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ટીઝર અંગે મોટી તૈયારી

ફિલ્મ ‘AA22 x A6’ એક હાઈ-બજેટ અને ભવ્ય વિઝ્યુઅલ્સ ધરાવતી ફિલ્મ હોવાનું કહેવાઈ રહ્યું છે. અહેવાલો અનુસાર આ ફિલ્મમાં અદ્યતન VFX ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને તેની વાર્તા એક સમાંતર બ્રહ્માંડમાં આધારિત હશે. ફિલ્મના ટાઇટલની સત્તાવાર જાહેરાત 8 એપ્રિલ 2026ના રોજ એટલે કે અલ્લુ અર્જુનના જન્મદિવસે કરવામાં આવી શકે છે. આ પ્રસંગે એક ખાસ ટીઝર વિડિયો રજૂ થશે. જેમાં ફિલ્મની દુનિયાની પહેલી ઝલક દર્શાવવામાં આવશે.

આ પણ વાંચો: ‘ધુરંધર 2’ની બોક્સ ઓફિસ પર ધૂમ: દેશ-વિદેશમાં કમાણીનું તોફાન

અલ્લુ અર્જુનના નવા અવતાર અને ફિલ્મને લઈને ઉત્સાહ

આગામી ટીઝરમાં અલ્લુ અર્જુનના અનેક નવા અવતારો જોવા મળશે. જે ફિલ્મની ભવ્યતા અને સર્જનાત્મકતા દર્શાવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ ભારતીય સિનેમામાં એક નવી દિશા આપશે અને દર્શકોને અનોખો અનુભવ કરાવશે. ફિલ્મમાં અન્ય કલાકારોને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હાલમાં મુખ્ય ધ્યાન અલ્લુ અર્જુનના પાત્ર અને તેમના પરિવર્તન પર કેન્દ્રિત છે. કુલ મળીને, અનુષ્કા શર્માની સંભવિત વાપસી અને આ ભવ્ય પ્રોજેક્ટને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood news Allu Arjun movie Anushka Sharma comeback
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ