બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:11 PM, 22 March 2026
Dhurandhar 2 Box Office : Dhurandhar 2: The Revenge રિલીઝ થયા બાદથી જ બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. રણવીર સિંહની આ ફિલ્મને દર્શકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે માત્ર ત્રણ દિવસમાં જ ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ બનાવી દીધા છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર તેના પહેલા દિવસે સદી ફટકારી હતી. ગઈકાલે, શનિવારે, તેના ત્રીજા દિવસે, તે 300 કરોડના આંકડે પહોંચી ગઈ છે. "ધુરંધર 2" પણ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે, 500 કરોડ ક્લબમાં જોડાઈ રહી છે.
ADVERTISEMENT
આ ફિલ્મે 19 માર્ચ, 2026ના રોજ થિયેટરમાં એન્ટ્રી લીધી અને પહેલા જ દિવસે ધમાકેદાર શરૂઆત કરી.
ત્રણ દિવસનું કલેક્શન:
ADVERTISEMENT
ઈદની રજાનો ફિલ્મને ખાસ ફાયદો મળ્યો, જેના કારણે ત્રીજા દિવસે કમાણીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો.
ADVERTISEMENT
વિશ્વભરમાં પણ ધમાલ
ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં ફિલ્મે વિશ્વભરમાં ₹500 કરોડથી વધુ કમાણી કરી છે.
ADVERTISEMENT
આ ઝડપ જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ ટૂંક સમયમાં વધુ મોટા આંકડા પાર કરશે.
ADVERTISEMENT

2026ની ટોપ ફિલ્મોમાં સ્થાન
ADVERTISEMENT
2026માં રિલીઝ થયેલી ફિલ્મોમાં “ધુરંધર 2” હાલમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. વિશ્વભરમાં પણ તે ટોપ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહી છે.
શું છે સફળતાનું કારણ?
ફિલ્મની મજબૂત સ્ટોરી, એક્શન સીન અને Aditya Dharનું દિગ્દર્શન દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. સાથે જ રણવીર સિંહનો અભિનય પણ ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.