બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Thankfully, the policeman picked up the injured rape victim and rushed her to the hospital
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના કન્નૌજમાંથી એક ચોંકાવનારો વીડિયો સામા આવ્યો છે. ગંભીર રીતે ધાયલ યુવતીને મદદ કરવાને બદલે ત્યાં ઉભેલા લોકો તેનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. આ બાળકી ગુમ હતી અને કેટલાક કલાકો પછી સરકારી ગેસ્ટ હાઉસની બહાર ધાયલ હાલતમાં મળી આવી હતી. યુવતીને માથા શરીર પર ઈજાઓ પહોચી હતી. યુવતીને માથા અને શરીર પર ઈજાઓ પહોંચી હતી. પરંતું ત્યાં હાજર લોકોએ તેને હોસ્પિટલ લઈ જવાને બદલે વીડિયો બનાવવાનું શરુ કર્યું.
કોઇએ આગળ આવીને મદદ કરવા માટે કોઈ પ્રયાસ ન કર્યો
25 સેકન્ડના વીડિટોમાં જોઈ શકાય છે કે ધાયલ યુવતિએ હાથ ઉંચો કરીને મદદ માંગી હતી. પરંતું ત્યાં ઉભેલા લોકો મોબાઈલ ફોનમાં વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. વીડિયોમાં એક વ્યક્તિ પોલીસને જાણ કરવામાં આવી છે કે કેમ તે પૂછતો સંભળાય છે. જ્યારે અન્ય લોકો પોલીસ વડાનો નંબર પૂછતા જોવા મળે છે. પરંતું આ દરમિયાન યુવતીનો વીડિયે પણ બનાવવામાં આવ્યો હતો અને કોઇએ આગળ આવીને મદદ કરવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
उत्तर प्रदेश के कन्नौज में एक 12 साल की मासूम घर से मिट्टी की गुल्लक खरीदने निकली थी
— People Against Rapes In India (@pariforindia) October 24, 2022
घंटो बाद भी घर नहीं लौटी, फिर खबर आई वो खून में लथपथ गेस्ट हाउस के पीछे मिली है
बच्ची बदहवास हालत में थी लोग मदद की जगह वीडियो बना रहे थे !!
pic.twitter.com/fibz7nKa4z
ADVERTISEMENT
ADVERTISEMENT
A minor girl was found lying in a pool of blood behind a guest house in #Kannauj . While locals were busy clicking photos, instead of helping her, a Policeman who reached the sport, took her in his arms and ran towards a nearby hospital to save her. pic.twitter.com/AtqRxQpSin
— Sanjay (@sanjaykumarpv) October 25, 2022
ADVERTISEMENT
પોલીસકર્મી ઘાયલ છોકરીને ખોળામાં લઈને સારવાર અર્થે લઈ ગયો
પોલીસના આગનુ સુધી યુવતિ પીડાથી કણસતી હતી. વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં એક પોલીસકર્મી ઘાયલ છોકરીને ખોળામાં લઈને ઓટોરીક્ષા તરફ દોડતો જોવા મળી રહ્યો છે. પોલીસ અધિક્ષક કુંવર અનુપમસિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે " સગીર ધાયલ હાલતમાં મળી આવી હતી અને સ્થાનિક પોલીસ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. " સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે પિગી બેંક ખરીદવા માટે બહાર ગઈ હતી. પરંતું ધરે પરત ફરી ન હતી. તેણે કહ્યું કે ગેસ્ટ હાઉસના ગાર્ડે તેને સૌથી પહેલી દર્દથી રડતી જોઈ પોલીસને જાણ કરી હતી.
ત્યારે હોટલમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યો છે. અધિકારીએ કહ્યું કે બળાત્કારની પુષ્ટિ થઈ શકી નથી કારણ કે મેડિકલ રીપોર્ટ આવવાનો બાકી છે. બાળકીને સારવાર માટે કાનપુર રિફર કવામાં આવી છે. યુવતીના પરિવારની ફરિયાદ આધારે કેસ નોંધવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.