બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'સાધુ સેક્સ'ના 100 કરોડ ક્યાં ઉડાવ્યાં? 80,000 વીડિયોવાળી બ્યૂટીફૂલ લેડીનો હેરાનીભર્યો ખુલાસો

થાઈલેન્ડ / 'સાધુ સેક્સ'ના 100 કરોડ ક્યાં ઉડાવ્યાં? 80,000 વીડિયોવાળી બ્યૂટીફૂલ લેડીનો હેરાનીભર્યો ખુલાસો

Last Updated: 09:35 AM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈલેન્ડમાં બોદ્ધ સાધુઓને ફસાવીને તેમના અશ્લિલ વીડિયો ઉતારનારી યુવતીને લઈને અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે.

બોદ્ધ સાધુઓના મોટા સેક્સ સ્કેન્ડલથી આખો થાઈલેન્ડ દેશ ખળભળી ઉઠ્યો છે. બોદ્ધ સાધુઓના ઓછામાં ઓછા 8000 અશ્લિલ વીડિયો અને 100 કરોડની ખંડણીનું મોટું કૌભાંડ ખુલ્યું છે અને આ કૌભાંડની સૂત્રધાર 30 વર્ષની વિલવન એમ્સવત નામની દેખાવામાં રુપાળી લાગતી યુવતી છે જેણે બોદ્ધ સાધુઓને પ્રેમજાળમાં ફસાવીને અશ્લિલ વીડિયો ઉતારી લીધા હતા અને પછી તેને આધારે તેમની પાસેથી 100 કરોડની માતબર રકમ પડાવી લીધી હતી. વિલાવાન એમ્સાવતે રુપનો જાદુ પાથરીને આટલું મોટું કૌભાંડ કરી નાખ્યું હતું.

કોણ છે મહિલા

બોદ્ધ સાધુઓના સેક્સ વીડિયો ઉતારનારી મહિલાનું નામ વિલાવાન એમ્સાવત છે તેની બેંગકોકની ઉત્તરે આવેલા નોન્થાબુરીમાં તેના વૈભવી ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી તે થાઈલેન્ડમાં મિસ ગોલ્ફ તરીકે ઓળખાય છે. વિલાવાન એમ્સાવત કબૂલી ચૂકી છે કે તેણે 9 સાધુઓ સાથે સેક્સ માણ્યું છે અને એક સાધુ તરફથી પણ બાળક પણ મળ્યું હતું.

સેક્સ વીડિયોની ખંડણીના પૈસા ક્યાં વાપર્યાં?

વિલાવાન એમ્સાવતે બોદ્ધ સાધુઓ પાસેથી પડાવેલા 100 કરોડ રુપિયા ક્યાં વાપર્યાં? તેને લઈને પણ ખુલાસો સામે આવ્યો છે. વિલાવાન એમ્સાવતે કહ્યું કે તેણે ગેરકાયદેસર ઓનલાઈન જુગારમાં બ્લેકમેલના પૈસા ઉડાવી મૂક્યા હતા.

વધુ વાંચો : VIDEO : પિસ્તોલ લહેરાવતાં રુમમાં ઘુસ્યાં 5 શૂટર, ગોળી મારીને આરામથી નીકળી ગયા, હોસ્પિટલ CCTV ફૂટેજ

ભોગ બનેલા સાધુઓ શું બોલ્યાં

વિલાવનની પ્રેમજાળમાં ફસાયેલા સાધુઓએ એવું કહ્યું કે તેઓ સોશિયલ મીડિયાના સંપર્ક દ્વારા વિલાવનના કોન્ટેક્ટમાં આવ્યાં હતા. એક સાધુએ દાવો કર્યો હતો કે તે તેની સાથે લાંબા સમયથી સંબંધમાં હતો અને તેણે તેની પાસેથી કાર પણ લીધી હતી. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે બીજા સાધુને મળી રહી છે ત્યારે તેનું દિલ તૂટી ગયું અને પછી વિલાવને તેને પણ બ્લેકમેલ કરવાનું શરુ કરી દીધું હતું.

કેવી રીતે ખુલ્યું કૌભાંડ?

આ આખું કૌભાંડ ત્યારે સામે આવ્યું કે જ્યારે બેંગકોકમાં બ્લેકમેલથી તંગ આવીને એક મઠાધિપતિએ અચાનક મઠ છોડી દીધો હતો.એમ્સાવતના બ્લેકમેલથી બચવા માટે ત્યાંથી ચાલ્યો ગયો હતો. તેણે દાવો કર્યો છે કે તે વિલાવતના એક બાળકનો પિતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Thailand news wilawan emsawat Thailand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ