ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : પિસ્તોલ લહેરાવતાં રુમમાં ઘુસ્યાં 5 શૂટર, ગોળી મારીને આરામથી નીકળી ગયા, હોસ્પિટલ CCTV ફૂટેજ

ચોંકાવનારું / VIDEO : પિસ્તોલ લહેરાવતાં રુમમાં ઘુસ્યાં 5 શૂટર, ગોળી મારીને આરામથી નીકળી ગયા, હોસ્પિટલ CCTV ફૂટેજ

Published By: Nidhi Panchal

Last Updated: 02:33 PM, 17 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

90ના દાયકાની ગેંગ વોરની ઘટનાઓ યાદ છે? જયાં એક ગેંગ બીજી ગેંગના માણસને ઠાર મારી દેતી હતી અને એ સમાચાર રોજના બનેલા હતાં…એવો જ ફિલ્મી દ્રશ્ય જેવી ઘટના ફરી એકવાર બિહારમાં બની છે પણ આ વખતે ખેલ સીધો હોસ્પિટલના ICUમાં!

ADVERTISEMENT

90ના દાયકામાં દરરોજ ક્યાંક ન ક્યાંક ગેંગ વોરના સમાચાર આવતા હતા – એક ગેંગે બીજી ગેંગના માણસને ઠાર માર્યો હોય, ખુલ્લામાં ગોળીબાર થયો હોય, એવા સમયમાં હિંસા સામાન્ય લાગતી હતી. આવી જ એક ગેંગ વોર જેવી ઘટના ફરી સામે આવી છે, પરંતુ આ વખતે એ ઘટના કોઈ ઓટલામાં કે રસ્તે નહીં, પણ સીધા બિહારની એક ખાનગી હોસ્પિટલના ICUમાં બની છે.

firing

પટનાની જાણીતી પારસ હોસ્પિટલના રૂમ નંબર 209માં દાખલ એક ગેંગસ્ટર ચંદન મિશ્રાને સારવાર ચાલી રહી હતી. તે સમય દરમિયાન અચાનક ચાર બંદૂકધારી શખ્સો બિંદાસ અંદર પ્રવેશ કરે છે અને માત્ર 25 સેકન્ડમાં ચંદન પર ગોળીઓના વરસાદ વરસાવે છે. ચંદન મિશ્રા, જેને કેટલીક ગંભીર ઇજાઓ હતી અને જે સારવાર હેઠળ હતો, તેને ઘટનાસ્થળે જ ઠાર મારવામાં આવ્યો હતો.

app promo3

ઘટનાના CCTV ફૂટેજ

આ તમામ ઘટનાની CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે ગુનેગારો કેવી રીતે નિર્ભયતાથી ICUમાં ઘૂસે છે અને હત્યા બાદ શાંતિથી નીકળી જાય છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તરત હોસ્પિટલના ગાર્ડ સહિત 12 લોકોની અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. ચંદનના રૂમમાંથી પોલીસે 12 ખાલી ગોળીનો ખોખા પણ જપ્ત કર્યો છે.

SSP કાર્તિક કે શર્માએ જણાવ્યું કે ચંદન મિશ્રા પોતે પણ કુખ્યાત ગુનેગાર હતો અને એના શત્રુઓએ તેને હોસ્પિટલ સુધી શોધીને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ હત્યા કોઇ જાતે નહીં, પણ ગેંગ વોરનો જ ભાગ હતી. પોલીસે ગુનેગારોની ઓળખ કરી લીધી છે અને જલ્દી જ તેમની ધરપકડ કરવામાં આવશે એવી માહિતી મળી છે.

આ પણ વાંચો : ટિફિન ખોલતાં જમીન પર ઢળી પડી, 9 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત, પરિવાર હોસ્પિટલ લઈને દોડ્યો પણ...

આ ઘટના ફક્ત એક હત્યા નથી, પણ એ બતાવે છે કે ગુનેગાર કેટલી દહેશતથી ભરેલી સાહસિકતા ધરાવે છે અને હાલની સુરક્ષા વ્યવસ્થાઓ કેટલી અધૂરા છે. એક સામાન્ય નાગરિક માટે આશ્રયસ્થળ સમાન હોસ્પિટલ પણ હવે અસુરક્ષિત લાગી રહી છે. સમગ્ર ઘટના ફિલ્મી સ્ટાઈલમાં ગોઠવાઈ હતી – જેવી આપણે દ્રશ્યો 90ના દાયકાની અંડરવર્લ્ડ ફિલ્મોમાં જોયા હોય જો કે પોલિસ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patna hospital firing Chandan Mishra gang war

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ