બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Tehseen Poonawalla beats Rashami Desai to be highest paid contestant

એન્ટ્રી / બિગ બોસ 13ના કન્ટેસ્ટન્ટમાં સૌથી વધુ પૈસા અપાયા છે રોબટ વાડ્રાના જીજાજીને

Juhi

Last Updated: 05:49 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બૉસની 13મી સિઝનનો એક મહિનો પૂરો થઇ ગયો છે, શોમાં વધુ 3 લોકોની એન્ટ્રી થઇ ગઇ છે. આ સેલિબ્રેટીઝ છે હિંદુસ્તાની ભાઉ, ખેસારી લાલ અને તહસીન પૂનાવાલા, જે વાઇલ્ડ કાર્ડની મદદથી શોનો ભાગ બન્યા છે. રિપોર્ટ અનુસાર, તહસીન ઘરનો સૌથી મોંઘો કન્ટેસ્ટન્ટ બન્યો છે. આ પહેલા રશ્મિ દેસાઇનું નામ છે જેણે સૌથી વધારે રૂપિયા આપીને ઘરની અંદર લાવવામાં આવી હતી.

તહસીન પૂનાવાલા એક સ્પીકર અને કૉલમિસ્ટ છે. કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલો છે, તે એક ન્યૂઝ ચેનલ પર પોતાના ભાઇની સાથે ભાઇ બનામ ભાઇ ટાઇપનો શો કરતા હતા, જેના પ્રોમો ઘણા રસપ્રદ હતા અને સોશ્યલ મીડિયા પર તેની ખૂબ જ મજાક બનાવવામાં આવતી હતી. અચાનકથી દરરોજ શો બંધ થઇ ગયો. 

આ સિવાય તે ઘણી વખત રાજનીતિક ચર્ચામાં પેનલિસ્ટ તરીકે જોવા મળતો હતો. આ સિવાય તે રોબર્ડ વાડ્રાની કઝિન મોનિક વાડ્રાના પતિ છે. રોબર્ડ વાડ્રા રાહુલ ગાંધીના જીજાજી છે. તહસીન પૂનાવાલાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં ઘર પહોંચ્યાની સૂચના આપી દીધી છે. 

 

એક ઑનલાઇન વેબસાઇટ અનુસાર, તહસીનને એક અઠવાડિયા માટે 21 લાખ રૂપિયા મળી રહ્યા છે એટલે કે તહસીન 1 મહિના માટે 84 લાખ રૂપિયા લઇને ઘરનો મહેમાન બન્યો છે. 

આ પહેલા સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટમાં રશ્મિ દેસાઇનુ નામ હતુ. રિપોર્ટ અનુસાર, તેણે આખા સિઝન માટે 1.2 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય બિગ બૉસના ઘરમાં સૌથી મોંઘો કન્ટેસ્ટન્ટ સિદ્ઘાર્થ શુક્લા છે.

આ સિવાય બંને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની વાત કરવામાં આવે તો, હિંદુસ્તાની ભાઉ એક યૂટ્યૂબર છે જેના 1.8 મિલિયન સબ્સક્રાઇબર છે. આ સિવાય ખેસારી લાલા એક ભોજપુરી સિંગર અને એક્ટર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Big Boss Entertainment Tellywood Entry
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ